ગરબાડાનાં નવાતરીયા વિસ્તારમાં માવઠાના વરસાદના કારણે મકાન ધરાશાયી…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાનાં નવાતરીયા વિસ્તારમાં માવઠાના વરસાદના કારણે મકાન ધરાશાયી…

ગરબાડા તા. ૩૦ 

 ગરબાડા તાલુકામાં જે બે દિવસ હવાના સૂસવાટા સાથે ક મોસમી વરસાદ ખાબકયો હતો. જેના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આ માવઠાના કારણે ગરબાડા નવાતરિયા વિસ્તારમાં રાત્રિના સમયે ચૌહાણ મંગળાભાઈ ગલાભાઈ નું કાચું મકાન ધરાસાઈ થવા પામ્યું હતું.આ કાચું મકાન ધરાસાઈ થતા ઘરમાં રહેલા લોકોનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે જાનહાની ટળી હતી અકસ્માત ને જાણ ગરબાડા ગ્રામ પંચાયતને કરાતા ગામના સરપંચ અશોકભાઈ રાઠોડ તેમજ તલાટી કમ મંત્રી હઠીલા સાહેબ ઘટના સ્થળે પહોંચી અને પંચકેશ કરી નુકશાની નો સર્વે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article