
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નવાગામ ખાતે કાળી બીજ નિમિત્તે પિતૃપૂજન કરવામાં આવ્યો..
ગરબાડા. તા. ૩૦
દાહોદ જિલ્લાના ગરબાડા નવાગામ ફળીયા માં આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે કારતક વદ બીજ પિતૃપૂજન કરવામાં આવ્યું દર વર્ષે ગામના વડીલો ભેગા મળી ને નાની દિવાળી પછી આવતી બીજ એટલે કે કારતક વદ બીજને કાળી બીજ તરીકે માનવામાં આવે છે. મારો સમાજ કારતક વદ બીજના દિવસે પિતૃપૂજા કરે છે બીજના દિવસે સવારે પિતૃના પાળિયાને નવડાવવામાં આવે છે ત્યાર નવડાવ્યા પછી રંગવામાં આવે ત્યારે પછી સાંજના સમયે ગરબીઓ ગાવાય છે ગરબીઓ વડીલો એકબીજા ના ખબા મિલાવી પોતે ગાતા ગાતા ગરબી રમતા હોય છે રાસ ગરબીઓ આખી રાત ચાલતી હોય છે વચ્ચે 11 / 12 રાત્રે બાર વાગ્યાના સમયે નેવોજ કરવામાં આવે છે જે પહેલુ નેવોજ ભાણેજને આપવામાં આવે છે જેમાં વડીલોની એવી માન્યતા છે કે જે પણ ખત્રી દાદાનું નેવોજ ખાય છે તેને આખુ વરહ તાવ તેજારી રોગ થતો નથી .
તેમજ આખી રાત્રી રસ ગરબીઓ ગવાય છે અને સવારમાં વહેલા ૪ વાગ્યાના સમયે કુકડા તેમજ દેશી દારૂની ધારનાખી આખું વરહ દુઃખ ના આવે તેમજ કઈક પણ નુકશાન ન થાય તે માટે ભોગ આપવામાં આવે છે અને પિતૃને ખુશ કરવામાં આવે છે આદિવાસી સમાજની પરંપરા મુજબ ખુબજ કાળી બીજ ની ધૂમધામથી ઉજવવણી કરવામાં આવે છે