ગાગરડી ફળિયા ખાતેથી અગિયાર ફૂટ લાંબા અજગરનું પકડી પાડતી ગરબાડાની ઓલ એનિમલ રેસક્યું ટીમ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગાગરડી ફળિયા ખાતેથી અગિયાર ફૂટ લાંબા અજગરનું પકડી પાડતી ગરબાડાની ઓલ એનિમલ રેસક્યું ટીમ 

ગરબાડા તા. ૨૮

પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ખાતે ખેતરમાં એક મહાકાય અજગર જોવા મળતા ખેડૂત દ્વારા ગરબાડા ની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી જે માહિતી મળતાની સાથે જ ગરબાડા ઓલ એનિમલ ટીમ ઘટના સ્થળે પહોંચી અને અજગર ને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં મહા મહેનતે તે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં ઓલ એનિમલ ટીમના મેમ્બર રાજુભાઈ ડામોર દ્વારા જણાવ્યા અનુસાર જે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેની લંબાઈ 11.5 ફૂટ તેમજ તેનો વજન 22 કિલો છે આ મહાકાય અજગરને પંચકાસ કરી અને ફોરેસ્ટ (જંગલ) વિસ્તારમાં રિલીઝ કરવામાં આવશે

Share This Article