Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા માધ્યમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવ -2023 અંતર્ગત કૃષિ પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન આયોજન કરાયું.

November 24, 2023
        1651
ગરબાડા માધ્યમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવ -2023 અંતર્ગત કૃષિ પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન આયોજન કરાયું.

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા માધ્યમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવ -2023 અંતર્ગત કૃષિ પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન આયોજન કરાયું.

ગરબાડા તા. ૨૪ 

ગરબાડા માધ્યમિક શાળા ખાતે ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ખેડૂતોને રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુસર રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયો હતો જેમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ તેમજ રવિ પાકો અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શાખાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અને લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકા વિકાસ અધિકારી,કૃષિ યુનિ. ના વૈજ્ઞાનિક,ભાજપ પ્રમુખ પ્રજિતસિંહ રાઠોડ,ગરબાડા સરપંચ અશોક રાઠોડ,તાલુકા સભ્યો,જિલ્લા સભ્યો,કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!