
રાજેશ વસાવે :- દાહોદ
યાત્રીઓની સુવિધા તેમજ મુસાફરોના ઘસારાને પહોંચી વળવા રેલવેનો નિર્ણય.
પશ્ચિમ રેલવે વડોદરા-હરિદ્વાર વચ્ચે વધુ એક દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે.
દાહોદ તા. ૭
પશ્ચિમ રેલવે આગામી દિવાળીના તહેવારો દરમિયાન યાત્રીઓના ઘસારા તેમજ સુવિધાઓને ધ્યાને લઈ વધુ એક સુપરફાસ્ટ દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નિર્ણય કર્યો છે જેમાં આગામી 4, 18 અને 25 નવેમ્બર દરમિયાન ટ્રેન નંબર09129/30 વડોદરા- હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન શરૂ થશે આ ટ્રેન પ્રત્યેક શનિવારે વડોદરાથી સાંજના 19.00 કલાકે વડોદરાથી ઉપડી દાહોદ ખાતે 20.50 વાગ્યે પહોંચશે. ત્યારબાદ બે મિનિટના રોકાણ બાદ આ ટ્રેન રાત્રિના 22.35 મિનિટે વડોદરા પહોંચશે અને ત્યાં 10 મિનિટનું રોકાણ કર્યા બાદ બીજા દિવસે 14:30 વાગ્યે હરિદ્વાર ખાતે પહોંચશે. ભરત આ ટ્રેન પ્રત્યેક રવિવારે સાંજના 05.20 કલાકે હરિદ્વાર થી રવાના થઈ બીજા દિવસે સવારે 07:00 વાગ્યે રતલામ પહોંચશે. દસ મિનિટ ના રોકાણ બાદ આ ટ્રેન 8:48 કલાકે દાહોદ ખાતે ઉભી રહેશે. જ્યાં બે મિનિટના રોકાણ બાદ 11:25 કલાકે પરત વડોદરા ખાતે પહોંચશે. બંને દિશાઓમાં આ ટ્રેન ગોધરા,દાહોદ, રતલામ,કોટા,ગંગાપુર સીટી,મથુરા,હજરત નિજામુદ્દીન,ગાઝિયાબાદ, મેરઠ,મુજફ્ફરનગર તેમજ ટપરી ખાતે રોકાણ કરશે.