પાવાગઢ તળેટીમાં ફાયરિંગ બટમા પ્રેક્ટિસ પૂરી કરીને પરત ફરતા બની ઘટના..
દાહોદ S.R.P જવાનોની એક બસ ધડાકાભેર ફાયરિંગ બટ વિસ્તારમાં પલ્ટી ખાઈ જતા 30 થી વધારે જવાનો ઇજાગ્રસ્ત..
7 જેટલા ગંભીર ઈજાગ્રસ્ત જવાનોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા..
ગોધરા. તા.31

પાવાગઢ તળેટીમાં આવેલા પોલીસ તંત્ર માટેના ફાયરિંગ બટ રેન્જમાં આજરોજ ફાયરિંગની પ્રેક્ટિસ માટે આવેલ દાહોદ એસ.આર.પી ગ્રુપના જવાનોને પરત લઈને જઈ રહેલ પોલીસ વાહન ક્વોરી વિસ્તારના બિસ્માર રસ્તાને લઈને ધડાકાભેર પલટી ખાઈ જતાં ભારે અફડા તફડીનો માહૌલ સર્જાયો હતો. જો કે દાહોદ એસ.આર.પી ગ્રુપના પોલીસ કર્મચારીઓનું વાહન પલટી ખાઈ ગયું હોવાની આ મદદથી ખબરો સાથે હાલોલ સ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા સાત જેટલી એમ્બ્યુલન્સોના કાફલાને ઘટના સ્થળે રવાના કરીને 30 થી વધારે ઇજાગ્રસ્ત એસ.આર.પી ગ્રુપના જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા એમાં પોલીસ વાહનના ડ્રાઇવર મુકેશભાઈ વણઝારા અને રાકેશભાઈ માલીવાડને ગંભીર ઇજાઓને લઈને સૌ-પ્રથમ વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં

આવ્યા હતા જોકે દાહોદ એસ.આર પી ગ્રુપ ચેક 4 ના જવાનોની એક બસ પલટી ખાઈ જતા ઘાયલ થયેલા જવાનોને સારવારો મળે આ માટે હાલોલ ટાઉન પી.આઈ.કે.એ. ચૌધરી અને હાલોલ રૂરલ પી.આઇ.આર.એ.જાડેજા પોત પોતાના પોલીસ સ્ટાફ સાથે દોડી આવીને વધુ ઇજાગ્રસ્ત જવાનોને જરૂરી પડે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડવાની તજવીજો કરી હતી જો કે 10 જેટલા એસ.આર.પી જવાનોને થયેલ ગંભીર ઇજાઓને લઈને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રવાના કર્યા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી ફાયરિંગ બટમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 131 જેટલા જવાનો આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પોલીસ બસોમાં પરત દાહોદ જવા માટે નીકળ્યા હતા ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે એસઆરપી ગ્રુપના જવાનોની એક બસની ઢાળ ઉતરતા બ્રેક ફેઈલ થઈ જતા 45 થી 50 જેટલા એસઆરપી જવાનો ભરેલી બસ બેકાબુ બની કોતરમાં ઉતરી જઈ પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસ પલટી ખાતા અન્ય બસોમાં સવાર એસ.આર.પી જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને અન્ય એસઆરપી બસ સહિત 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક તમામ ઇજાગ્રસ્ત અને હાલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાં 37 જેટલા એસઆરપી જવાનોને ઇજા પહોંચી હતી જેઓની તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી જ્યારે બનાવની જાણ થતા હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરી હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા સહિત ટાઉન અને રૂલર પોલીસ સ્ટાફ પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો જેમાં બસના ચાલક મુકેશભાઈ વણઝારા અને અન્ય એક એસઆરપી જવાનું રાકેશભાઈ માલીવાડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય 5 થી 6 જેટલા એસઆરપી જવાનોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે તેમજ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળવા પામી છે.
વડોદરા ખાતે રિફર કરેલા ઇજાગ્રસ્ત જવાનોના નામ
(1) માલીવાડ રાકેશભાઈ ભેમાભાઈ
(2) દિલીપભાઈ સનાભાઇ ભરવાડ
(3) વસીમભાઈ રહીજ
(4) મુકેશભાઈ રાયસીંગભાઈ
(5) સુરેશભાઈ નરપતભાઈ પટેલ
(6) ધવલભાઇ ગોવિંદભાઈ સોલંકી
(7) પ્રકાશભાઈ ભગવાનભાઈ ચૌહાણ
