Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકામાં આવેલ ગરબાડા તેમજ જેસાવાડા પોલીસ મથકે દશેરા પર્વે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

October 24, 2023
        478
ગરબાડા તાલુકામાં આવેલ ગરબાડા તેમજ જેસાવાડા પોલીસ મથકે દશેરા પર્વે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકામાં આવેલ ગરબાડા તેમજ જેસાવાડા પોલીસ મથકે દશેરા પર્વે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ગરબાડા તા. ૨૪

હિન્દુ ધર્મમા દશેરાનો તહેવાર શસ્ત્રો અને શાસ્ત્રો બંનેની પૂજા માટે જાણીતો છે. સનાતન પરંપરામા વિજયાદશમી અથવા દશેરાનુ ધાર્મિક મહત્વ ઘણુ છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજાનો નિયમ છે. પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા કરવામા આવતી શસ્ત્ર પૂજા આજ સુધી ચાલે છે. એવુ માનવામા આવે છે કે વિજયાદશમીના તહેવાર પર શસ્ત્રની પૂજા કરવાથી વર્ષભર શત્રુઓ પર વિજયનુ વરદાન મળે છે. આ જ કારણ છે કે સામાન્ય માણસથી લઈને ભારતીય સેના સુધી ખાસ કરીને દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામા આવે છે. ત્યારે આજે તા.૨૪/૧૦/૨૦૨૩ ને મંગળવાર ના રોજ દશેરાના પવિત્ર ને તહેવાર નિમિતે ગરબાડા પોલીસ મથકે પીએસઆઈ જે.એલ પટેલ દ્વારા તાલુકાના જેસાવાડા પોલીસ સ્ટેશનમા પી.એસ.આઇ એન.એમ રામી ના હસ્તે શસ્ત્ર પૂજન કરવામા આવ્યું હતું. પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રો ગોઠવીને ગરબાડા PSI જે.એલ પટેલ તેમજ જેસાવાડા પોલીસ મથકે એન.એમ રામીના હસ્તે બ્રાહ્મણ દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ મથકનો સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!