
રાત્રિના સમયે લાગેલ આગમાં ધરવખરી,પશુધન પણ આગની ઝપેટમાં.
ગરબાડાના દાદુર ગામે આકસ્મિક એક જ પરિવારના ત્રણ મકાનો માં આગ લાગી.
ગરબાડા તા.11
ગરબાડા તાલુકાના દાદુર ગામે ગત રાત્રે રવાળી ફળિયામાં રહેતા બારીયા રાજેન્દ્રભાઈ રતનસિંહ ,બારીયા ગુમાનભાઈ દિતાભાઈ તેમજ બારીયા નટવરભાઈ દિતાભાઈના મકાનમાં ગત મોડી રાત્રે આકસ્મિક રીતે આગ લાગતાં એક જ પરિવારના ત્રણ મકાનો બળીને રાખ થઈ ગયા હતા.
આગ લાગવાની જાણ આજુબાજુના સ્થાનિક લોકોને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ત્રણેય મકાનોમાં નળિયા,લાકડા, ઈંટો ઘરવખરીનો સામાન અનાજ રોકડ રકમ સોનાના દાગીના તેમજ ત્રણ બકરા બળીને ખાખ થઈ ગયા હતાં.આગ લાગવાની જાણ સરપંચ તેમજ તલાટીને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગમાં થયેલા નુકસાન નો સર્વે તેમજ પંચક્યાસ કરી ઉપલી કચેરીને અહેવાલ મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય ને છે કે આ આગના બનાવવામાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી..