બુટલેગરનો દારૂ ઘુસાડવાનો નવો કિમિયો તુફાન ગાડીની અંદર બનાવ્યું ચોરખાનું …

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

બુટલેગરનો દારૂ ઘુસાડવાનો નવો કિમિયો તુફાન ગાડીની અંદર બનાવ્યું ચોરખાનું …

શરાબલી ચોકડી પરથી ક્રુઝર ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂ ઝડપી પાડી આરોપીને જેલ હવાલે કરતી ગરબાડા પોલીસ ….

ગરબાડા તા. ૯

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે. એલ.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ASI દશરથસિંહ હેડ કોસ્ટેબલ ઉપદેશ ભાઈ તેમજ પપ્પુભાઈ રણજીતભાઈ અને કલ્પેશભાઈ ગરબાડા તાલુકામાં દારૂબંધીને ડામી દેવા માટે તેમજ દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડી જેલ ભેગા કરવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ગાંગરડી શરાબી ચોકડી ઉપર એક તુફાન ગાડી વિદેશી દારૂ ભરીને ત્યાંથી પસાર થનાર છે બાતમીની હકીકત કરી વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી તુફાન ફોરવીલર ગાડી ને પકડી પાડી તેના અંદર તપાસ કરતા ગાડી ની અંદર બનાવેલ ચોર ખાનામાં ભારતીય બનાવટના ઇંગલિશ દારૂ ભરેલી બોટલ નંગ ૪૧૫ કિંમત રૂપિયા ૫૮, ૪૧૦ તેમજ તુફાન ગાડી કિંમત રૂપિયા ૧૦૦,૦૦૦ તેમજ તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ કિંમત રૂપિયા ૨૫૦૦ મારે કુલ રૂપિયા ૧,૬૦,૯૧૦ નો મુદ્દામાલ સાથે સગીરભાઈ કાળીયાભાઈ વસુનીયા તથા ઉદયગઢ દારૂના ઠેકા ઉપર કામ કરતા ઈસમ સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article