
ગરબાડા તાલુકાની ભે મુખ્ય પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત કરતા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ…
તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા શાળાના બાળકોને રૂબરૂ મળી ચર્ચા કરી
ગરબાડા તા. ૬
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લો એ આદિવાસી ધરાવતો જિલ્લો છે જ્યાં રોજગારીના અભાવે લોકોને રોજગારી ન મળતા પોતાનું પેટીયુ રળવા માટે બહારગામ રાજકોટ મોરબી તેમજ કાઠિયાવાડ માં સ્થળાંતર કરવું પડતું હોય છે જેને લઇને બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળી શકતું નથી ત્યારે વાત કરે તો આજે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરે બે મુખ્ય પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત કરી હતી જેમાં શાળામાં બાળકોને કરાવવામાં આવતો અભ્યાસ બાળકોને મળતું મધ્યાન ભોજન તેમજ બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળી રહે છે અને બાળકોને પ્રાથમિક સુવિધા શું શું મળે છે તેની મુલાકાત લીધી હતી અને શાળામાં સરકાર દ્વારા મળતી પ્રાથમિક સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી …