
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાનાં મીનાક્યારનાં પી.એચ.સી કેન્દ્ર ખાતે ગ્રામસભાનું આયોજન કરાયું..
સરપંચ દ્વારા સાત ટીબીના દર્દીને દત્તક લઈ કીટ વિતરણ કરાય
ગરબાડા તા. ૨
ગરબાડા તાલુકાના મીનાકયાર ગામ ખાતે પીએસસી સેન્ટરમાં ગ્રામસભા નો આયોજન કરવામાં આવ્યું હતું જે ગ્રામસભામાં મીનાકયાર સરપંચ દ્વારા ટીબીના સાત દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રેશન પોષણ કીટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ટીબી રોગના લક્ષણો અને સારવાર તથા ટીબી મુક્ત પંચાયતના સંદેશ વિશે ચર્ચા કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં મીનાકયાર ગામના સરપંચ તલાટી મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.