ગરબાડાના બોરીયાળામાં આઠ દિવસથી અંધારાપટ રહેતા ગ્રામજનો દ્વારા MGVCL ને આવેદનપત્ર.   

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના બોરીયાળામાં આઠ દિવસથી અંધારાપટ રહેતા ગ્રામજનો દ્વારા MGVCL ને આવેદનપત્ર.   

ગરબાડા તા.22

વાવાઝોડા સાથે વરસાદ વરસતા ગરબાડા તાલુકાના અસંખ્ય ગામો માં વીજ લાઈનો પર ઝાડો પડવાના કારણે વીજ થાંભલા પડી ગયા હતા.એમ.જી.વી સીએલ દ્વારા ધણાં ગામોમાં વીજ પુરવઠો પુ:ન ચાલું કરવામાં આવ્યો પરંતુ બોરીયાલી ગામમાં આજે 8 દિવસ થયા છતાં લાઈટો બંધ રહેતા ગામનાં માજી સરપંચ સહિત ગામ લોકો દ્વારા ગરબાડા એમજીવીસીએલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે સતત આઠ દિવસથી બોરીયાલી ગામમાં લાઈટ નથી આવતું અને લાઈટ આવે છે તેમાં પૂરતા પ્રમાણમાં પાવર આપવામાં આવતો નથી જેના કારણે અનેક ઘરોમાં ગોળા ઉડી જવાની તથા લાઈટ ન હોવાના કારણે ગામ લોકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામજનો દ્વારા વહેલી તકે બોરીયાલી ગામમાં લાઈટ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે બોરીયાલી ગામના માજી સરપંચ તેમજ ગામ લોકો દ્વારા ગરબાડા એમજીવીસીએલ ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી…

Share This Article