
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ભીલવા ગામે તળાવમાં પાણીનો નિકાલ ન થતાં રહીશોમાં ભયનો માહોલ.
ગરબાડા મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી ક્ષતિગ્રસ્ત તળાવની મુલાકાત લીધી..
ગરબાડા તા.18
ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદી નાળા તેમજ તળાવો ભરાઈ ગયા હતા ત્યારે ભીલવા ગામે આવેલ તળાવ પણ નવા નીરની આવક થતાં ભરાઈ જવા પામ્યું હતું પરંતુ તળાવના પાણીનો નિકાલ ન થતાં તળાવની નજીક માં રહેણાક મકાનોમાં રહેતા લોકો તળાવમાં પાણી ભરાઈ જતાં મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા અને આ બાબતે ગામના સરપંચે તળાવ માંથી પાણીનો નિકાલ થાય અને લોકોને નુકશાન ના થાય તે હેતુથી ગરબાડા મામલતદારને આ બાબતે રજૂઆત કરાતા મામલતદાર સહિત ગરબાડા મામલતદારની ટીમ દ્વારા આ તળાવની મુલાકાત લઈ તળાવના પાણીના નિકાલ કરવા આશ્વાસન આપ્યું હતું.