ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષીને ગરબાડા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષીને ગરબાડા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

ગરબાડા તા. ૧૫

ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ ની અધ્યક્ષતામાં ગણેશ ચતુર્થી ને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને આવનાર દિવસોમાં ગણેશ ચતુર્થી ના તહેવારને અનુલક્ષીને ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિઓના વેપારીઓની તેમજ હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ આજુ બાજુ ગ્રામ પંચાયતના સરપંચો સાથે મીટીંગ યોજાઇ હતી પી.એસ.આઇ જે એલ પટેલ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ચતુર્થી મહોત્સવ તહેવારની ઉજવણી કરવી તેમજ જાહેરનામા મુજબ અમલવારી કરવા અને નક્કી કરેલા રુટ મુજબ ગણેશ વિસર્જન યાત્રા પસાર કરવી તે બાબતે ગણેશ મંડળના આયોજકોને સૂચનો કર્યા હતા.

Share This Article