Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિન હરીફ વરણી કરાઈ…

September 15, 2023
        1369
ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિન હરીફ વરણી કરાઈ…

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિન હરીફ વરણી કરાઈ…

ગરબાડા તા. ૧૫

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખને પાંચ વર્ષમાં અઢી વર્ષની એક ટર્મ પૂર્ણ થતા બીજી ટર્મના પ્રમુખની વરણી કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લા પ્રાંત અધિકારી રાજપૂત મેડમ ની અધ્યક્ષતામાં ગરબાડા તાલુકા પંચાયતના સભા ગૃહમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરી વરણી કરવામાં આવી હતી જેમાં ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મયુરભાઈ ભલાભાઇ ભાભોર તેમજ ઉપપ્રમુખ તરીકે લલ્લુભાઈ મલાભાઇ જાદવ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી બિનહરીફ વરણી થતા તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિમણૂક પામેલા હોદ્દેદારોને હાર પહેરાવી તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!