નવીન શિકલીગર :- પીપલોદ
પીપલોદ-સિંગવડ વચ્ચે ઝાડી-ઝાખરાનો સામ્રાજ્ય:અકસ્માતની સેવાતી ભીતિ…
દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ થી સીંગવડ આવતા રસ્તાની વચ્ચે ઝાડી ઝાંખરાવાળા રોડ પર આવી જતા એક્સિડન્ટ થવાનો ભય ઉભો થવા પામ્યો છે.
પીપલોદ તા. ૯
પીપલોદ થી સિગવડ આવતા તોયણી ગામે કોલીયારી પુલ ની નજીક બે થી ત્રણ દિવસથી ઝાડી ઝાંખરા રોડની અધવચ્ચે પડેલી હાલતમાં હોય તે ઝાડી ઝાંખરા ને આજ દિન સુધી હટાવવામાં નહીં આવતા એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે ટ્રક બસ વાળા ને તો આ ઝાડી ઝાંખરા ઉપર થઈને વાહનો લઈ જવા પડતા હોય છે જ્યારે આ રસ્તાની વચ્ચે બીજા ઘણા ઝાડી ઝાંખરા રોડ પર આવી જતા ઝાડી ઝાંખરા હટાવવા માટે પી ડબ્લ્યુ ડી ના અધિકારી તથા સ્ટેટ હાઈવે ના અધિકારીઓ દ્વારા કપાવવામાં નહીં આવતા આ ઝાડી ઝાંખરા ના લીધે એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે પીપલોદ થી સિંગવડ રોડ પરની આજુબાજુ વૃક્ષો એવી હાલતમાં છે કે તે ગમે ત્યારે પણ વધારે પડતું વાવાઝોડું આવે તો વૃક્ષો રોડ પર પડીને કોઈપણ વાહન ચાલકને નુકસાન પહોંચાડી શકે તેમ છે માટે આ પીપલોદ થી સિંગવડ આવતા રસ્તા ના અધિકારીઓ દ્વારા ઝાડી ઝાંખરા તથા રોડ પર પડે તેવા વૃક્ષો કપાવવામાં આવે તેવી વાહન ચાલકો તથા રસ્તે ચાલતા રાહદારીઓની માંગ છે.