બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં પોષણ અભિયાનની ઉજવણી
સરકારના ઠરાવ મુજબ ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી ઉજવણી કરવામાં આવશે
સુખસર,તા.૯
ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ આગણવાડી કેન્દ્રમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સરકારના ઠરાવ અને ગાઈડ લાઈન મુજબ પોષણ અભિયાન અંતર્ગત ૧ સપ્ટેમ્બર ૨૦૨૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ,કિશોરીઓ અને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પોષણના પરિણામોને સર્વગ્રાહી સુધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પોષણ માસની થીમ સુપોષિત ભારત,સાક્ષર ભારત,સશક્ત ભારત અન્વયે છ થીમ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં સ્તનપાન,સ્વસ્થ બાળક સ્પર્ધા,મિશન લાઈફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો,મારી માટી મારો દેશ, આદિવાસી કેન્દ્રિત પોષણ,ટેસ્ટ ટ્રીક ટોક એનેમિયા વિગેરેની આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સરકાર દ્વારા ₹10,00,000 સુધીની સારવાર મફત આપવામાં આવે છે જે અંતર્ગત સંગર્ભા બહેનોને તાત્કાલિક આરોગ્ય સેવાઓની જરૂર પડે તો વિનામૂલ્યે સારવાર આઈ.સી.ડી.એસ વિભાગ, આગણવાડી વર્કર અને તાલુકા પંચાયતના વી.સી.ઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ કાઢવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે,જેમાં હાજર રહેલ અધિકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી સહિત આઇ.સી.ડી.એસ ફતેપુરા ઘટક ૧ અને ઘટક ૨ ના સી.ડી.પી.ઓ હાજર રહેલ હતાં.