Sunday, 09/02/2025
Dark Mode

દ્વાપર કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોનું મિલનનું સાક્ષી પૂરતો પંચક્રિષ્ના મહાદેવ મંદિર:પાંડવોએ 11 મંદિરોની સ્થાપના કરી હતી.

September 6, 2023
        611
દ્વાપર કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોનું મિલનનું સાક્ષી પૂરતો પંચક્રિષ્ના મહાદેવ મંદિર:પાંડવોએ 11 મંદિરોની સ્થાપના કરી હતી.

રાજેન્દ્ર શર્મા :- ગ્રુપ એડિટર

દ્વાપર કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોનું મિલનનું સાક્ષી પૂરતો પંચક્રિષ્ના મહાદેવ મંદિર:પાંડવોએ 11 મંદિરોની સ્થાપના કરી હતી.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં થેરકા ગામે આવેલા પંચક્રિષ્ના મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તેમજ પાંડવોના મિલનનું એક રહસ્યમય સ્થળ હોવાનું દંતકથામાં સામેલ છે.

પ્રાચીન કાળમાં હિડબા વન તરીકે પ્રખ્યાતા આ વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો સાથે ભેટ કરી હતી.

દાહોદ તા.06

દ્વાપર કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોનું મિલનનું સાક્ષી પૂરતો પંચક્રિષ્ના મહાદેવ મંદિર:પાંડવોએ 11 મંદિરોની સ્થાપના કરી હતી.

 પ્રાચીન કાળમાં હીડંબા વન તરીકે પ્રખ્યાત મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ઝાલોદ શહેરથી ત્રણ કિલોમીટર દૂર થેરકા ગામે જંગલ વિસ્તારમાં આવેલ પંચ ક્રિષ્ના મહાદેવ મંદિર રહસ્યમય મંદિર આવેલું છે.જે વાપરકાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો સાથે મિલનનું એક રહસ્યમય મંદિર તરીકે પ્રખ્યાત છે.અફાટ વનરાજી તેમજ કુદરતી સંપદાથી ઘેરાયેલા આ વિસ્તારમાં મંદિર સુધી જવાનો માર્ગ ખૂબ જ કાચો અને ઉબડખાબડ જોવા મળે છે.મંદિરના પાછળના ભાગે માછણ નદી જોવા મળે છે.મંદિરના પાછળના ભાગ એક બગીચો પણ જોવા મળે છે. જ્યાં મોટી સંખ્યામાં આસપાસના ગામડાઓના અને જિલ્લાના લોકો આ મંદિર ખાતે આવતા જોવા મળે છે. આ મંદિર જેટલું અંતરિયાળ વિસ્તારમાં છે. તેટલી જ આ મંદિર સાથે રહસ્ય અને ઇતિહાસ જોવા મળી રહ્યા છે. મંદિર ગામના પાદરે આવેલું હોવાથી અને રહસ્ય અને ઇતિહાસ સાથે જોડાયેલું હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો અને પર્યટકો મોટી સંખ્યામાં જોવા મળે છે

દ્વાપર કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોનું મિલનનું સાક્ષી પૂરતો પંચક્રિષ્ના મહાદેવ મંદિર:પાંડવોએ 11 મંદિરોની સ્થાપના કરી હતી.

દ્વાપરકાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોની મિલનનું સાક્ષી પુરતું ઐતિહાસિક મંદિર કૌરવો અને પાંડવોનો સમયનું મંદિર કહેવામાં આવે છે. પાંડવો જ્યારે પોતાના અજ્ઞાતવાસ એટલે કે ગુપ્તવાસ દરમિયાન આ સ્થળ પર આવ્યા હતા. પ્રાચીન કાળમાં હિડબા વન તરીકે પ્રખ્યાત આ જગ્યાએ પાંડવોએ ભગવાન શિવને રીઝવવા માટેના પ્રયાસો કર્યા હતા. પાંડવો જ્યાં પણ રોકાતા હતા ત્યાં શિવલિંગની સ્થાપના કરતા હતા. આમ પણ દાહોદ જિલ્લામાં પણ આવા અનેક શિવલિંગોની સ્થાપના પાંડવો દ્વારા

દ્વાપર કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોનું મિલનનું સાક્ષી પૂરતો પંચક્રિષ્ના મહાદેવ મંદિર:પાંડવોએ 11 મંદિરોની સ્થાપના કરી હતી.

કરવામાં આવી પણ આ મંદિર સાથે એક અનોખો રહસ્ય જોડાયેલો છે આ મંદિર ખાતે માત્ર પાંડવો ભગવાન શિવની સ્થાપના જ નહીં દંતકથા અનુસાર જ્યારે પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીં એટલે કે થેરકા પંચક્રિષ્ના મંદિર ખાતે રોકાયા હતા ત્યારે પાંડવોએ 11 જેટલા મંદિરોની સ્થાપના કરી હતી.પંચક્રિષ્ના એટલે પાંચ પાંડવો ને એક ક્રિષ્ના 11 જેટલા મંદિરોમાં પાંડવો એ અલગ અલગ દેવી-દેવતાઓની સ્થાપના કરી હતી.

દ્વાપર કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોનું મિલનનું સાક્ષી પૂરતો પંચક્રિષ્ના મહાદેવ મંદિર:પાંડવોએ 11 મંદિરોની સ્થાપના કરી હતી.

પાંડવોએ આ મંદિરમાં 11 જેટલા દેવી-દેવતાઓની સ્થાપના કરી હતી મંદિરના આગળના ભાગે એક અનોખી વાત જોવા મળે છે અહીં પાંડવો દ્વારા ભગવાન શિવની શિવલિંગ નહીં પણ શિવ અને પાર્વતી બંને જોડાની મૂર્તિ સ્થાપિત કરી હતી અનેક મંદિરોમાં ખાસ કરીને શિવાલયોમાં ભગવાન શિવની પ્રતિમા આગળ જોવા મળે છે અને માતા પાર્વતી ની પ્રતિમા પાછળના ભાગે જોવા મળે છે પણ આ પંચ ક્રિષ્ના મંદિર ખાતે શિવ અને પાર્વતી બંને સાથે જોવા મળે છે શિવ અને પાર્વતી ના બંને જોડાની પ્રતિમાના સામેના ભાગે જ ગણપતિ ભગવાનનું મંદિર જોવા મળે છે.મંદિરના નીચેના ભાગમાં એક શિવલિંગ જોવા મળે છે શિવલિંગના સામે જ એક પીપળા નું વૃક્ષ જોવા મળે છે જ્યારે અમે આ સ્ટોરી કરી રહ્યા હતા ત્યારે એક પરિવાર અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરીને આ મંદિર ખાતે આવ્યું હતું.

દ્વાપર કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોનું મિલનનું સાક્ષી પૂરતો પંચક્રિષ્ના મહાદેવ મંદિર:પાંડવોએ 11 મંદિરોની સ્થાપના કરી હતી.આ મંદિર ખાતે નીચેના ભાગે પીપળા નું વૃક્ષ આવેલું છે જ્યાં કોઈ એવો વ્યક્તિ જે પોતાના સમાજ માટે કાતો કોઈ સમાજ જીવનમાં સારો એવો દાખલો બેસાડ્યો હોય તેવા વ્યક્તિના નામ સાથેની પ્લેટ લખીને અને તેને કરેલ સારા કામને આ પ્લેટ દ્વારા પીપળાના વૃક્ષ પર લગાવવામાં આવે છે અને આવનારી પેઢી તેઓને યાદ કરીને સારા કામો કરે તે માટે આ પ્લેટ અહી લગાવવામાં આવે છે આ મંદિરના રહસ્યની જો વાત કરવામાં આવે તો મંદિરના નીચે ભાગે એક બગીચો આવેલો છે કહેવામાં આવે છે કે અને દંત કથાઓ મુજબ જ્યારે પાંડવો અહીં આવ્યા હતા ત્યારે મંદિરના પાછળના ભાગ એક બગીચો આવેલો છે તે બગીચામાં ભગવાન શ્રીકૃષ્ણ પાંડાઓને મળવા માટે આવતા હતા તેવી વાત દંત કથાઓમાં વર્ણવવામાં આવી છે અને પાછળ બગીચાના ભાગે એક શીલામાં તે વાત કરવામાં આવી છે જ્યારે પાંડવો અહીં રોકાતા હતા તે દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળવા આવતા હતા તેવી વાત તો અહીં છે જ પરંતુ એક અનોખી વાત એવી જોવા મળી રહી છે જ્યારે ભીમ દ્વાર હિદંબ રાક્ષસનું વધ કરી અને હિદબા જોડે લગ્ન કર્યા હતા તે લગ્ન ભીમ દ્વારા આ મંદિર ખાતે કરવામાં આવ્યા હોય તેવી લોકમાન્યતા પણ અહીં જોવા મળી રહી છે પાંડવો દ્વારા ભીમના અને હિડબા ના લગ્ન આ મંદિર ખાતે કર્યા હોય તેવી માન્યતા અને દંત કથાઓ માં તેનું ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!