ફોરવીલર ગાડીમાંથી વેચાણ અર્થે મકાનમાં વિદેશી દારૂ ઠાલવતી વેળાએ પોલીસ ત્રાટકી..

Editor Dahod Live
2 Min Read

ફોરવીલર ગાડીમાંથી વેચાણ અર્થે મકાનમાં વિદેશી દારૂ ઠાલવતી વેળાએ પોલીસ ત્રાટકી..

સુથારવાસા ગામેથી પોલીસે 1.31 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો,ચાર ઈસમો સામે ગુનો દાખલ…

દાહોદ તા.25

Deep Homeo & Skin Care Clinic

Dr. Hiral shah (B.H.M.S,FMC ) Certified counsellor

 

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3)શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

તો આજે જ અમારા ક્લિનિકની મુલાકાત લો જ્યાં આપને ચામડીના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓનો સચોટ અને સરળ ઉપચાર મળશે.

એટલું જ નહિ..શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ* સહિતની બીમારીઓનું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી.. તો રાહ શેની જુઓ છો. આજે જ સંપર્ક કરો…

Dr. Hiral shah (B.H.M.S, FMC )

Mo.9879248254

નવકાર વાઁચ કાંની ઉપર રામા હોટલ પાસે ઝાલોદ રોડ,દાહોદ

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામે ફોરવીલ ગાડીમાંથી રેણાક મકાનમાં વિદેશી દારૂ કટીંગ કરવા માટે મુકતા સમયે લીમડી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 1.31 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ચાલકની અટકાયત કરી હતી પોલીસે સવા લાખ ઉપરાંતના વિદેશી દારૂ તેમજ ચાર લાખ રૂપિયા કિંમતની ફોરવીલ ગાડી મળી કુલ 5.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેં મુવાડી ફળિયામાં Gj-17-N-9749 નંબરની ટાટા સુમો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સંજયભાઈ ખુમાનભાઈ માવીના રહેણાંક મકાનમાં કટિંગ માટે ઠાલવી રહ્યા હતા તે સમયે બાતમીના આધારે લીમડી પોલીસ મથકના પી. એસ.આઇ. એમ.એફ.ડામોર તેમજ પોલીસ જવાનોએ દરોડો પાડી સ્થળ પરથી ટાટા સુમો ગાડીના ચાલક હિંમતભાઈ દશરથભાઈ વડેલ (રહે. વેડ ફળિયુ લીમખેડા ) ની અટકાયત કરી ટાટા સુમો ગાડીની તલાસી લેતા તલાસી દરમિયાન ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડની 1009 બોટલ મળી 1,31,150 રૂપિયાનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા તેમજ 4 લાખ કિંમતની ટાટા સુમો ગાડી મળી કુલ 5.31 લાખના મુદ્દામાલ જપ્ત કરી ટાટા સુમો ગાડીના ચાલક હિંમત દશરથ વડેલ, સંજયભાઈ ખુમાનભાઈ માવી સુથારવાસા, ટાટા સુમો ગાડીનો માલીક, તેમજ મધ્યપ્રદેશના રાણાપુર ઠેકા ના માલિક સહિત ચાર ઈસમો સામેનો પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article