ઈરફાન મકરાણી દેવગડબરીયા
દેવગઢ બારીયા પોલીસ પર હુમલામાં મહિલાઓ પણ સામેલ:20 સામે નામજોગ ગુનો નોંધાયો..
કાપડી વિસ્તારમાં ગૌવંશ બચાવવા ગયેલી પોલીસ પર ટોળાનો પથ્થરમારો: સરકારી ગાડીમાં તોડફોડ,ASI ઈજાગ્રસ્ત…
પોલીસે પ્રકરણમાં બે જુદી-જુદી ફરિયાદ નોંધી: પોલીસની સંયુક્ત ટીમોએ કોમ્બિંગ કરી 10 ને જેલમાં પૂર્યા.
હુમલાના બનાવમાં પોલીસે 10 ઇસમોની અટકાયત કરી…
પોલીસ અધિકારીઓ તેમજ વધારાની પોલીસ દેવગઢબારિયા પહોંચી..
દાહોદ તા.21
દેવગઢ બારીયા તાલુકાના કાપડી વિસ્તારમાં કતલખાનું ચાલતું હોવાની બાતમીના આધારે દેવગઢબારિયા પોલીસ મથકના સેકન્ડ પીએસઆઈ તેમજ તેમની ટીમે બાથમીરમાં દર્શાવેલ સ્થળ ઉપર દરોડો પાડતા ગૌવંશની હત્યા કરનાર પરિવાર ભાગી જતા પોલીસે પાંચ કિલો ગૌમાંસ જપ્ત કરી કતલ માટે દોરડા વડે મુશ્કેટાટ બાંધી રખાયેલા પાંચ જેટલા ગૌવંશ ને મુક્ત કરાવી પોલીસ મથકે લઈ જઈ રહ્યા હતા તે સમયે અંદાજે 150 ઉપરાંતના ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરી ગૌવંશને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ નીકળ્યા હતા. જોકે આ દરમિયાન બાઈક પર જઈ રહેલા ASI ના માથાના ભાગે ગંભીરી જાઓ પહોંચી હતી. સાથે સાથે પોલીસની સરકારી ગાડીને પણ નુકસાન પહોંચ્યો હતો.જે બાદ પોલીસની સંયુક્ત ટીમોએ કાપડી વિસ્તારમાં કોમ્બિંગ કરી પોલીસ ઉપર પથ્થર મારામાં સામેલ 10 જેટલા ઇસમોને ધરદાબોતી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.જ્યારે 20 લોકોના નામજોગ તથા અને 130 મળી કુલ 155 લોકોના ટોળા સામે રાઇટીંગનો ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના કાપડી વિસ્તારમાં રહેતા અયુબ નાનાભાઈ રસીદાવાળાને ત્યાં કતલખાનો ચાલતો હોવાની બાતમી દેવગઢબારિયા પોલીસને મળતા દેવગઢબારિયા પોલીસ વોટરના સેકન્ડ પીએસઆઇ તેમજ પોલીસના અને જવાનો સરકારી તેમજ ખાનગી ગાડીમાં અયુબ રસીદા વાળાના ઘરે દરોડો પાડતા અયુબ રસીદાવાળા તેમજ તેમનો પરિવાર પોલીસ ને જોઈને ભાગી ગયા હતા.ત્યારબાદ પોલીસે પાંચ કિલો જેટલા માસનો જથ્થો તેમજ કતલ કરવા માટેના સાધનો, સંસાધનો જપ્ત કરી કતલ કરવા માટે દોરડા વડે મુશ્કેટાટ બાંધી રખાયેલી ચાર ગાય તેમ જ એક વાછરડી મળી કુલ પાંચ ગૌવંશને બચાવી પોલીસ મથકે આવી રહ્યા હતા.તે સમયે રસ્તામાં બોચી ફળિયામાં 150 થી વધારે મહિલા અને પુરુષના ટોળાએ તમે બાયલા છો પોલીસ તમારો માલ આવીને છોડાવી લઈ જાય છે તેમ કહી પોલીસ ઉપર પથ્થરમારો ચલાવી હીચકારો હુમલો કરી સરકારી ગાડીને નુકશાન પહોંચ્યો હતો.જેમાં એક ASI દિલીપભાઈ ખાતુભાઇના માથાના ભાગે ઈજાઓ છતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.આ બનાવ બાદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થના માર્ગદર્શનમાં દાહોદ
એલ.સી.બી,એસ.ઓ.જી,પેરોલ ફરલો તેમજ દેવગઢ બારીયા પોલીસની અન્ય જુદી જુદી ટીમોએ કાપડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરી હુમલામાં ખંડોવાયેલા દસ જેટલા ઈસમોને ઘર દાબોચી જેલ ભેગા કર્યા હતા. જયારે દે.બારિયા કાપડી વિસ્તારના 20 જેટલાં ઇસમો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે.જ્યારે અન્ય 130 જેટલા ઇસમો સહિત કુલ 150 સામે ગુનો દાખલ કર્યો છે.હાલ આ બનાવમાં પોલીસે 10 જેટલા ઇસમોની અટકાયત કરી દેવગઢબારિયા પોલીસમાં મથકે લાવવામાં આવ્યા છે.જયારે પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા અન્ય ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. અત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપ સિંહ ઝાલા પણ આજે દેવગઢ બારીયા ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ ઉપર પથ્થર મારો કરનાર એક પણ ઈસમને ન છોડવાની તાકીદ આપી તમામને જેલ ભેગા કરવા માટે કડક શબ્દોમાં નિર્દેશ આપી દેવામાં આવ્યા છે ત્યારે પોલીસે પણ પોલીસ પર હુમલો કરી ફરાર થયેલા અને ઈસમોની શોધખોળ કરી તેઓને જેલ ભેગા કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ ઉપર પથ્થરમારામાં સંડોવાયેલા ઈસમોની યાદી..
(૧) સિરાજભાઇ ઉર્ફે ટોટો ઇસ્માઇલ જાતે.રસીદવાલા રહે.દેવબારીયા ધાનપુર રોડ ગુજરાત વજનકાંટાની બાજુમા તા.દેવ.બારીયા જી.દાહોદ
(૨) મજીદભાઇ મુસાભાઇ પીપલોદીયા રહે.દેવ.બારીયા કાપડી રાતડીયા ફળિયું તા.દેવ.બારીયા
(૩) ફરહાન અબ્દુલ હાફીઝ જાતે લખારા રહે.દેવ બારીયા કાપડી રહેમતનગર સોસાયટી તા.દેવ બારીયા જી.દાહોદ
(૪) મોહમદ હનીફ નુર મહમદ જાતે.વ્હોરા રહે.દેવ.બારીયા કાપડી પટેલ ફળિયા તા.દેવ.બારીયા જી.દાહોદ
(૫) ઇરફાનભાઇ નાનાભાઇ જાતે.પટેલ રહે.દેવ.બારીયા કાપડી પટેલ ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૬) ઇકબાલભાઇ ફારૂકભાઇ જાતે રાતડીયા રહે.દેવ.બારીયા કાપડી રાતડીયા ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૭) ઇકબાલભાઇ મજીતભાઇ જાતે પટેલ રહે. દેવ.બારીયા કાપડી પટેલ ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૮) ઇબ્રાહીમભાઇ ઇસુબભાઇ જાતે.પટેલ રહે.દેવ.બારીયા કાપડી પટેલ ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૯) ઝુબેરભાઇ ઇબ્રાહીમભાઇ જાતે પટેલ રહે.દેવ બારીયા કાપડી રશીદ ફળિયું તા.દેવ બારીયા જી.દાહોદ
(૧૦) શબ્બીર અબ્દુલ્લા જાતે ખાંડા રહે.દેવ.બારીયા કાપડી ખાંડા ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૧૧) મુમતાઝ નાનાભાઇ મુસાભાઇ પટેલ રહે.દેવ.બારીયા કાપડી પટેલ ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૧૨) ઐયુબભાઇ નાનાભાઇ રસીદવાળા રહે.દેવ બારીયા કાપડી બુચી ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૧૩) સોકત આદમ રસીદવાળા રહે.દેવ.બારીયા કાપડી રશીદ ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ (૧૪) ઇસુબ નાના રસીદવાળા રહે.દેવ.બારીયા કાપડી રશીદ ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ (૧૫) સલીમ યુમ ભીખા રહે.દેવ.બારીયા કાપડી ફાટક ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ (૧૬) સુગરાબેન સઇસ્માઇલભાઇ જાતે રાતડીયા રહે.દેવ.બારીયા કાપડી રાતડીયા ફળિયું તા.દેવ બારીયા
(૧૭) બાનુબેન મહેબુબભાઇ પિતળ (ગોધરાવાળા) રહે.દેવ.બારીયા કાપડી ચાંદા ફળિયું તા. દેવ.બારીયા જી.દાહોદ (૧૮) સઇદાબેન ઐયુબભાઇ રસીદવાળા રહે.દેવ.બારીયા કાપડી બુચી ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૧૯) સમીરાબેન ઐયુબભાઇ રસીદવાળા રહે.દેવ.બારીયા કાપડી બુચી ફળિયું તા.દેવ.બારીયા જી.દાહોદ
(૨૦) યાકુબભાઇ મજીદભાઇ જાતે પીપલોદીયા રહે.દેવ.બારીયા કાપડી રાતડીયા ફળિયું તા.દેવ.બારીયા
(૨૧) બીજા આશરે ૧૩૦ જેટલા પુરૂષ મહિલાઓ તમામ રહે.દેવ.બારીયા કાપડી તા.દેવ.બારીયા જી.દાહોદ