ગરબાડામાં દસ વર્ષ અગાઉના મારામારીના કેસમાં બે સગા ભાઈઓને ત્રણ વર્ષની કેદ ફટકારતી કોર્ટ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડામાં દસ વર્ષ અગાઉના મારામારીના કેસમાં બે સગા ભાઈઓને ત્રણ વર્ષની કેદ ફટકારતી કોર્ટ..

કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવી સજાની સાથે દંડ પણ ફટકાર્યો..

ગરબાડા તા. ૨૦

 ગરબાડા તાલુકામાં દસ વર્ષ અગાઉ તારીખ 26.3.2013 ના રોજ ગરબાડા પોલીસ મથકે એક મારામારીનો કેસ નોંધાયો હતો જેમાં વાંકીયા ગામના નાહણી ફળિયાના આરોપી સુકિયા જવાભાઈ કટારા, કનુભાઈ જવાભાઈ કટારા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે ગરબાડા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ.શેખની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એબી તલવીયાની ધારદાર દલીલોને ગ્રાહય રાખી મારામારીના ગુનામાં સંડોવાયેલા સુકીયાભાઈ જવાભાઈ કટારાને એક વર્ષની સખત કેદ તથા 1000 દંડ, તેમજ કનુભાઈ જવાભાઇ કટારા ને ત્રણ વર્ષની સખત કેદ તથા 2000 રૂપિયાનો દંડ અને જો બંને આરોપીઓ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદનો હુકમ કરવામાં આવ્યો હતો જેના પગલે કોર્ટ સંકુલમાં સનાટો પ્રસરી જવા પામ્યો હતો.

Share This Article