
રાહુલ ગાંરી ગરબાડા
સરકારી વિનયન કોલેજ ગરબાડા અને જિલ્લા રોજગાર કચેરી દાહોદના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
ગરબડ તા. ૧૧
સરકારી વિનયન કોલેજ ગરબાડા ખાતે તા.11/08/2023 ના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા રોજગાર અધિકારી ચૌહાણ સાહેબે વિદ્યાર્થીઓને વિભિન્ન ક્ષેત્રોમાં કારકિર્દીની તકો વગેરેથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તથા ઓવર્સિસ ફેલોશિપ કાઉન્સિલર જોશી સાહેબે પાસપોર્ટને લાગતી માહિતી આપી વિદેશ અભ્યાસની તકો વિશે માહિતી આપી હતી. જ્યારે જિલ્લા કારકિર્દી કાઉન્સિલર હિરલબેન સેલોટ દ્વારા જિલ્લા રોજગાર કચેરીના કર્યો વિશે માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. જે.જે. પંડ્યા અને કોલેજના અધ્યાપક ડૉ. અશ્વિન મેડા ના માર્ગદર્શન નીચે થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક ડૉ. સત્યનારાયણ શેખાવતે અને આભાર વિધિ શ્રી યોગેશભાઈ ડામોર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.