
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકામાં માધ્યમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી.
ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા ૯
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જોવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે નિમિત્તે આજે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
આદિવાસી સમાજ દ્વારા જગ્યાએ સાંસ્કૃતિક રેલીઓ,સભાઓનું આયોજન કરવામાં આવે છે
રાજ્ય સરકાર દ્વારા પણ દરેક તાલુકા મથકે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે
તેના ભાગરૂપે આજે ગરબાડા તાલુકાના તાલુકા મથકે માધ્યમિક શાળા ગરબાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા સભ્યો અને આદિવાસી ભાઈ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.