ગુર્જર ભારતી બી.એડ કૉલેજ. નગરાળા ખાતે ધારાસભ્યોની હાજરીમા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
દાહોદ તા.08
ગોપાલભાઇ પી. ધાનકા એમ.એસ. ડબલ્યુ કૉલેજ. નગરાળા અને ચંદ્રકાંતાબેન સાયન્સ કૉલેજ. નગરાળા કોલેજના સયુંકત ઉપક્રમે ‘ વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉદ્દઘાટક અને મુખ્ય વક્તા તરીકે શિવ ગંગા સંસ્થા(મ. પ્ર) માંથી રાજા રામજી કટારા ઉપસ્થિત
રહયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુર્જર ભારતી દાહોદના મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલભાઈ ધાનકા, મુખ્ય મહેમાન તરિકે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, અતિથિ વિશેષ તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના EC મેમ્બર નરેન્દ્રભાઇ સોની, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સ ઓર્ડિનરી
મેમ્બર હિતેશભાઈ સોલંકી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ગુર્જર ભારતી. દાહોદના ટ્રસ્ટી ચંદ્રકાંતાબેન ધાનકા અને અમરસિંહભાઈ ગોહિલ સાહેબ, વિવિધ કૉલેજ અને શાળાઓના આચાર્ય, અઘ્યાપક, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહયા હતાં અને આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને આદિવાસી નૃત્યના તાલે વાજતે ગાજતે આવકારવામાં આવ્યા હતા તો કાર્યક્ર્મમાં શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજ દાહોદના વિદ્યાર્થિઓ દ્વારા
આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. તો શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજ દાહોદના વિદ્યાર્થી ડાભી નવજ્યોતે સ્નાતકમાં અંગ્રેજી મુખ્ય વિષય સાથે યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો તે બદલ સમગ્ર સંસ્થા વતી અભિનંદન પાઠવી સન્માન પણ કરવામાં આવ્યું હતું.