ભિક્ષાવૃતિ માટે જોધપુરથી ઉપાડેલા છોકરાનું અંતે પિતા-દાદી સાથે ચાર વર્ષે મિલન થતા અપહત માસૂમ પૌત્રને જોતાં દાદી-મા ધ્રુસકે-ધ્રુસકે રડી પડયાં

Editor Dahod Live
4 Min Read

ભિક્ષાવૃતિ માટે જોધપુરથી ઉપાડેલા છોકરાનું અંતે પિતા-દાદી સાથે ચાર વર્ષે મિલન

ચાર વર્ષ બાદ અપદ્યુત માસૂમ પૌત્રને જોતાં દાદી-મા ધ્રુસકે-ધ્રુસકે રડી પડયાં

દાહોદ તા.08

રાજસ્થાન અને દિલ્હીથી બાળકોનું અપહરણ કરીને ભિક્ષાવૃતિ કરાવતા યુવક-યુવતિ દાહોદ શહેરમાં પકડાયા હતાં. ત્યારે ત્રણ બાળકો પૈકી જોધપુરથી અપહૃત રાજુને દાહોદના ચિલ્ડ્રન હોમમાં અને દિલ્હીથી અપહૃત અંજલીને ગોધરા ખસેડવામાં આવી હતી. આંતરરાજ્ય હૃમન ટ્રાફિકિંગની ઘટના ઉપરથી પરદો ઉંચકનાર દાહોદની બી ડિવિઝનના પી.આઇ એ.એન ગઢવીએ તાત્કાલિક અસરથી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. અંદાજ પ્રમાણે વર્ષ કાઢીને તપાસ કરતાં 2019માં રાહુલ નામના છોકરાનું અપહરા કરાયુ હોવાનું ખુલ્યુ હતું.જોકે, આપેલા સરનામે તપાસ કરતાં પરિવાર રહેતો ન હોવાથી રાજસ્થાન પોલીસે તપાસ શરૂ કરતાં ફરિયાદ નોંધાવનાર પાનીબાઇ બાવરી અને તેમનો પૂત્ર પ્રકાશ બાવરી જોધપુરના અન્ય વિસ્તારમાંથી મળી આવ્યા હતાં, જોધપુર પોલીસ સોમવારે પ્રકાશ અને પાનીબાઇને લઇને દાહોદ પોલીસ પાસે પહોંચી હતી. પી.આઇ ગઢવી જોધપુર પોલીસને લઇને દાહોદના ચિલ્ડ્રન હોમ પહોંચ્યા હતાં. અહીં દાદી પાનીબાઇ પૌત્ર રાજુ ઉર્ફે રાહુલને ગળે વળગાડીને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા હતા ત્યારે રાહુલે તેમના અશ્રુ લુછતા ભાવુક દ્રષ્યો સર્જાયા હતાં. આ સમયે તેના પિતા પ્રકાશની 

રાજુ ઉર્ફે રાહુલને જોધપુર પોલીસને સોંપ્યો

દાહોદ બી ડિવિઝનના પી.આઇ એ.એન ગઢવી સોમવારે જોધપુર પોલીસ સાથે આવેલા પ્રકાશ બાવરી અને પાનીબેન બાવરીને લઇને રાજુનો કબજો લેવા દાહોદના ચિલ્ડ્રન હોમ પહોંચ્યા હતાં. અહીં રાજુ ઉર્ફે રાહુલ પ્રકાશનો જ પૂત્ર છે તેની ઝીણવટભરી ખરાઇ કરાઇ હતી. તેમાં રાજસ્થાનમાં થયેલી ફરિયાદ અને ત્યાર બાદની કાર્યવાહીના 150થી વધુ પાનાનો અભ્યાસ કરાયો હતો. રાજુને લઇ જતાં જે તે સમયના અપહરણકર્તાના સીસી ટીવી ફુટેજ, પરિવારના આધાર કાર્ડની ચિલ્ડ્રન હોમમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવિયાડ, લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ.જી કુરેશી, સુરક્ષા અધિકારી રેખાબેન વણકર,સંદીપભાઇ ભાટ,રંજીતાબેન અને ચિલ્ડ્રન હોમના અધિક્ષક રાકેશભાઇ પ્રજાપતિની હાજરીમાં ખરાઇ બાદ રાજુ ઉર્ફે રાહુલને દાહોદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પીઆઇ ગઢવીએ પોલીસ મથકમાં કાગળોની કાર્યવાહી બાદ રાહુલને જોધપુર પોલીસને સોંપ્યો હતો.

રાહુલ મળશે તો પાંચ બકરાની બલિની માતાની લીધેલી બાધા પૂરી કરીશું..

‘‘હું મૂર્તિઓ બનાવવાનું કામ કરૂ છું. મારા છોકરાનું નામ રાજુ નહીં રાહુલ છે. અમે 2019માં જોધપુરમાં રેલવે સ્ટેશન પાસે શાશ્ત્રી નગરમાં તંબુ બનાવીને રહેતાં હતાં. ત્યારે કરણ નામક યુવક અને તેની પત્ની અમારી પાસે તંબુ બનાવીને રહેવા લાગ્યા હતાં. અમારી સાથે મિત્રતા પણ કેળવી હતી. 28 નવેમ્બર 2019ના રોજ હું ઘરે નહોતો ત્યારે કરણ મારા મારી થેલાગાડી લઈને જતો રહ્યો હતો. મારી માતા પાનીબાઇએ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમે તેને ઘણો શોધ્યો હતો પણ કોઇ જ પત્તો મળ્યો ન હતો. મારી માતાએ પાંચ બકરાની બલિની બાધા પણ રાખી હતી. મારે પાંચ બાળકો છે. રાહુલ ચોરાયો ત્યાર બાદ મારા અને મારી પત્ની વચ્ચે તકરાર થતાં તે ચાર બાળકો લઇને ગુડગાંવ તેના પિયર જતી રહી છે. અમે હાલમાં મસુરિયા પહાડી ખાતે રહીયે છીયે. પોલીસ માથી રમેશજી અમારી પાસે આવ્યા હતા અને રાહુલ મળી ગયો હોવાના સમાચાર આપતાં અમે ખુબ ખુશ થઇ ગયા હતાં. હું અને મારી માતા પાનીબાઇ પોલીસસાથે અહીં આવ્યા છીયે, રાહુલને સલામત જોઇને ખુબ ખુશ છીયે. હવે બાધા પણ પુરી કરીશું.”

Share This Article