ગરબાડાના ભુતરડી ખાતે પશુપાલન શાખા દ્વારા નારી નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડાના ભુતરડી ખાતે પશુપાલન શાખા દ્વારા નારી નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ…

ગરબાડા તા. 5

ગરબાડા તાલુકાના ભુતરડી ગામ ખાતે નારી નેતૃત્વ દિવસની ઉજવણીના ભાગરૂપે પશુપાલન શાખા ગરબાડા દ્વારા મહિલા પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર ઉત્સવ બારીયા ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) એમ

એલ બારીયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા પશુપાલન શિક્ષણ શિબિરમાં પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી એકમ પણ આપવામાં આવ્યા હતા અને પ્રગતિશીલ મહિલા પશુપાલકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Share This Article