ઈરફાન મકરાણી :- દે. બારીયા
દે.બારિયા તાલુકામાં બે સ્થળે ધમધમતા જુગારધામ પર પોલીસની એન્ટ્રીથી જુગારિયાઓમાં નાસભાગ:12 ખેલીઓની અટકાયત,6 ફરાર
દેવ.બારીયા રાણીવાવ તેમજ ઉચવાણમાં ચાલતા જુગાર ધામ પરથી ચાર મોટરસાયકલ,10 મોબાઈલ ફોન, તેમજ 14 હજારની રોકડ મળી 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત..
દેવગડબરીયા તા.3
દેવગઢ બારીયા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડતા પોલીસના દરોડા જોઈ જુગારીયાઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે આ બન્ને જુગારધામ પરથી 17 જુગારીયાઓને રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલ મળી કુલ 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં દાહોદ જિલ્લા પોલીસવડા તરીકે વિધિવત રીતે પદ ભાર સંભાલનાર 2012 ની બેચના અધિકારી ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં ગુનાખોરી તેમજ અસામાજિક તત્વોને નામવા માટે દાહોદ જિલ્લા પોલીસને કડક હાથે કામગીરી કરવા માટે નિર્દેશ કરતા લીમખેડા ડિવિઝનના એએસપી વિશાખા જૈનના માર્ગદર્શનમાં દેવગઢબારિયા પોલીસ મથકના પીએસઆઇ ચિરાગ દેસાઈએ દેવગઢ બારીયા નગરના રાણીવાવ ખાતે નંદ કિશોર લાલચંદ મોચીના રહેણાંક મકાનની પાછળ ધમધમતા જુગારધામ પર દરોડો પાડી ૧) રોનકભાઇ રાજેશભાઇ અગ્રવાલ રહે. દેવ.બારીયા બસ સ્ટેશનની પાછળ (૨) પ્રશાંતભાઇ કનુભાઇ મકવાણા રહે. દેવ.બારીયા રાણીવાવ ફળીયું (૩) આદીબ હકીમભાઇ શેખ રહે.દેવ.બારીયા કસ્બા મસ્જીદ ફળીયુ (૪) સહીદ દાદમહમ્મદ શેખ રહે. દેવ.બારીયા રાણીવાવ ફળીયું (૫) નંદકિશોર લાલચંદ મોચી રહે.દેવ.બારીયા રાણીવાવ ફળીયુંને ઝડપી પાડી તેમની પાસેથી 2,920 ની રોકડ રકમ 30,000 કિંમતની મોટરસાયકલ, 12,000 રૂપિયા કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ 44,920 નો મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત પાચેય જુગારીયા વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધ્યો છે.
જુગાર નો બીજો બનાવ દેવગઢબારિયા તાલુકાના ઉચવાણ ગામે બનવા પામી છે જેમાં નેસ ફળિયામાં મોટાપાયે જુગાર રમતો હોવાની બાતમી દેવગઢબારિયા પોલીસને થતા દેવગઢબારિયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા જુગારીયાઓમાં નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસે જુગારધામ પરથી
(૧) અર્જુનભાઇ અમરાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (૨) કિરીટભાઈ સોમાભાઈ પટેલ રહે. ઉચવાણ (૩) કરશનભાઈ કનાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (૪) ગૌરાભાઇ શનાભાઇ મેધવાળ રહે. ઉચવાણ (૫) મોહનભાઇ મુળાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (૬) જેઠાભાઇ ગોરાભાઈ મેધવાળ રહે. ઉચવાણ (૭) નાનાભાઇ ગોકળભાઈ પટેલ રહે. ઉચવાણ (૮) મહેશભાઈ અમરાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (૯) પેથાભાઇ ધનાભાઇ મેઘવાળ રહે.ઉચવાણ (૧૦) પપ્પુભાઇ દેવાભાઇ મેધવાળ રહે. ઉચવાણ (૧૧) લક્ષ્મણભાઇ શનાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (૧૨) દિનેશભાઇ છત્રસિંહ પટેલ રહે. ઉચવાણ સહીત 12 જુગારીયાઓને 11,180 રૂપિયાની રોકડ રકમ, 55000 કિંમતની ત્રણ મોટરસાયકલ, તેમજ 34,000 કિંમતના સાત મોબાઈલ ફોન મળી કુલ 1,00180 રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે જ્યારે (૧) પુનાભાઇ દેવાભાઇ મેઘવાળ રહે. ઉંચવાણ (૨) નરેશભાઈ માનાભાઇ મેધવાળ રહે. ઉચવાણ (૩) હરેશભાઇ માનાભાઇ મેઘવાળ રહે. ઉચવણ (૪) અમરાભાઈ ભુરાભાઇ મેધવાળ રહે. ઉચવાણ (૫) ચકાભાઇ નારસીંગભાઇ પટેલ રહે. ઉચવાણ (૬) રમેશભાઇ નાનસીંગ પટેલ રહે. ઉચવાણ તમામ તા.દેવ બારીયા સહિતના ઉપરોક્ત છ જુગારીઓ પોલીસને ચકમાં આપી ભાગી છૂટવામાં સફળતા પોલીસે ઉપરોક્ત ફરાર થયેલા જુગારીયાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.