મોરવા હડફના કસનપુર ગામે નળશે જળ યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાનો ગ્રામજનોના આક્ષેપ..
મોરવા હડફ તા. 2
મોરવા હડફ તાલુકાનું કસનપુર ગામ પાણી વિહોણું ગામ કહી શકાય તો પણ એમાં કોઈ બે મત નથી.આ ગામમાં ગ્રામજનો ૩૦૦ થી ૪૦૦ ફૂટ બોરિંગ કરાવતા હોય છે તેમ છતાં પણ બોરિંગમાં પાણી આવતું નથી તેમ જોવાઈ રહ્યું છે ત્યારે સરકારશ્રી દ્વારા ઘરે ઘરે લોકોને પાણી મળી રહે એ માટે નળશે જળ યોજના ચાલુ કરવામાં આવી છે ત્યારે કસનપુર ગામના ગ્રામજનોને હાસકારો થયો કે હાશ હવે અમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે પણ અમુક લોભિયા અને ભ્રષ્ટાચારી ઓ ને લીધે આ યોજના ફક્ત ને ફક્ત કાગળ પર જ રહી ગઈ હોય એવું જોવા મળી રહ્યું છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના કસનપુર ગામે જ્યાં હજુ ગ્રામજનોના ઘરે પાણી પણ પહોંચ્યું નથી અને કોન્ટ્રાક્ટરને ૯૮ લાખ ઉપર નું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે.જેમાં મોરવા હડફ તાલુકાના કસનપુર ગામની જ્યાં નળશે જળ યોજનામાં ગોકુળ કન્સ્ટ્રકશન અમરેલીના કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું. આ ગોકુળ કન્સ્ટ્રક્શન દ્વારા ૯૯ લાખ ઉપરની આ કામગીરીમાં હજુ લોકોના ઘરે એક પણ ટીપું પાણી પહોંચ્યું નથી અને ૯૮ લાખનું બિલ પચાવી લેવામાં આવ્યું છે. આ નળ શે જળ યોજનામાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે.એવું ગામ લોકોને જણાતા જાગૃત નાગરિકો દ્વારા તા. ૧/૦૮/૨૦૨૩ ના રોજ કશનપુર ગામમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી,વાસુઓના એન્જિનિયર નવીન ખાલપા, ગોકુળ કન્સ્ટ્રક્શન માંથી સ્ટાફ તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં આગેવાનો ની ઉપસ્થિતિમાં આ મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં ગામ લોકોનો આક્ષેપ હતો કે ગામમાં હજુ કોઈના પણ ઘરે પાણી પહોંચ્યું નથી તેમજ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે કસનપુર ગામમાં દરેક ઘરે જો પાણી પહોંચાડવામાં નહીં આવે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને બની શકે તો આંદોલન પણ કરીશું એવી ચીમકી આપી હતી.વાસમોના એન્જિનિયર અને ગોકુળ કન્સ્ટ્રક્શનમાંથી આવેલ માણસો દ્વારા ગામ લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે અમે ત્રણ દિવસની અંદર ગામમાં ફરીથી કામ ચાલુ કરી દઈશું અને એક મહિનામાં આ બધી જ કામગીરી પૂર્ણ કરીશું એવો વિશ્વાસ આપ્યો હતો.જોકે હવે ખરેખર કામગીરી થશે ખરી કે માત્રને માત્ર કાગળ પર જ જોવા મળશે એ જોવાનું રહ્યું.