મુંબઈ નજીક ચાલુ ટ્રેનમાં ફાયરિંગમાં શહીદ થયેલા ASI ને દાહોદ RPF પોલીસે શ્રદ્ધાંજલિ આપી. જયપુર-મુંબઈ ટ્રેનમાં ગોળીબારમાં શહીદ ASI નું પાર્થિવ દેહ ટ્રેન મારફતે રવાના.. 

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે દાહોદ 

મુંબઈ નજીક ચાલુ ટ્રેનમાં ફાયરિંગમાં શહીદ થયેલા ASI ને દાહોદ RPF પોલીસે શ્રદ્ધાંજલિ આપી.

જયપુર-મુંબઈ ટ્રેનમાં ગોળીબારમાં શહીદ ASI નું પાર્થિવ દેહ ટ્રેન મારફતે રવાના.. 

મુંબઈ નજીક ચાલુ ટ્રેનમાં ફાયરિંગ દરમિયાન શહીદ ટીકારામ પશ્ચિમ એક્સપ્રેસમાં છેલ્લી સફર..

મુંબઈ નજીક ચાલુ ટ્રેનમાં ગોળીબારમાં શહીદ RPf જવાનના પાર્થિવદેહને ટ્રેન મારફતે માદરે વતન જવા રવાના…

દાહોદ RPF જવાનોએ શહીદ ટીકારામને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ..

દાહોદ તા. 2

મુંબઈ નજીક ગઈકાલે ચાલુ ટ્રેનમાં થયેલા હત્યાંકાંડમાં ફરજ દરમિયાન શહીદ થયેલા RPF ના જવાનના પાર્થિવ દેહને માદરે વતન ટ્રેન મારફતે રવાના કરવામાં આવતા દાહોદ ખાતે પદસ્ત RPF ના અધિકારીઓ અને જવાનોએ પોતાના સાથી જવાનને પુષ્પોથી અંતિમ શ્રદ્ધાંજલિ આપી ભાવ વિભોર થયા હતા

મહારાષ્ટ્રના પાલઘર નજીક ગતરોજ વહેલી સવારે ટ્રેન નંબર 12956 જયપુર મુંબઈ ગણગોર એક્સપ્રેસમાં ચાલુ ટ્રેન દરમિયાન RPF ના ટીકારામ મીણા તેમજ કોન્સ્ટેબલ ચેતન વચ્ચે બોલાચાલી દરમિયાન મામલો બીચકતા RPF ના જવાન ચેતને તેની પાસે રહેલી સરકારી બંદૂક માંથી અંધાધુંધ ફાયરિંગમાં RPF ના ASI ટીકારામ મીણા સહીત લઘુમતી સમાજના ત્રણ વ્યક્તિઓ મળી કુલ ચાર લોકોના મોત નીપજ્યા હતા જે બાદ ફાયરિંગ કરનાર ચેતનની પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી તેમજ મરણ પામેલા ASI સહીત ચારેય લોકોના પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ચાલુ ટ્રેન દરમિયાન થયેલા આ હત્યાંકાંડમાં મુંબઈ RPF માં પદસ્ત ટીકારામ મીણા રાજસ્થાનના સવાઈ માધોપુરના રહેવાસી હોવાથી તેઓના પાર્થિવ દેહને આરપીએફએ ગાર્ડ ઓનર આપી ટ્રેન નંબર 12925 પશ્ચિમ એક્સપ્રેસમાં માદરે વતન મોકલવા માટે રવાના કરવામાં આવ્યું હતું ત્યારે પશ્ચિમ રેલ્વે જવાનના પાર્થિવ દેહને લઈ જવા માટે અલગથી કોચ ફાળવવામાં આવ્યો હતો ત્યારે મુંબઈ ખાતેથી રવાના થયા બાદ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેને જ્યાં જ્યાં રોકાણ કર્યું ત્યાં RPF પોલીસના જવાનોએ પુષ્પો દ્રારા પોતાના જવાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે આ ટ્રેન દાહોદ આવે તે પહેલા દાહોદ આરપીએફ ના IPF લીનીશા બૈરાંગી તેમજ આરપીએફ ના જવાનો રેલ્વે રોલિંગ સ્ટોક કારખાનામાં પદસ્ત RPF ના જવાનોએ પ્લેટફાર્મ નંબર 3 પર શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા આ ટ્રેન દાહોદ ખાતે આવીને ઉભી રહેતા RPF ના જવાનો અશ્રુ ભરી આંખે પોતાના જવાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી તે વેળાએ ઉપસ્થિત RPF ના જવાનો તેમજ રેલવે કર્મીઓની ભીંજાઈ ગઈ હતી એટલુંજ નહિ ચાલુ નોકરી દરમિયાન શહીદ થયેલા ટીકારામ મીણાના પાર્થિવ દેહને વતન સુધી પહોંચાડવા માટે RPF ના જવાનો અને તેમના પરીવાર જનો પણ રડી પડ્યા હતા અને ટ્રેન સવાઈ માધોપુર જવા માટે રવાના થઈ હતી.

Share This Article