
દકશેષ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ભીલપ્રદેશ મહિલા મોર્ચા દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારી મારફતે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભારતની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર સ્થિત મણિપુર રાજ્યમાં આદિવાસી સમાજની મહિલાઓ ઉપર ગંભીર પ્રકારનો અત્યાચાર ગુજારી તેઓને નિર્વસ્ત્ર કરી તેમના શારીરિક અંગો ઉપર છેડછાડ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો .મણિપુરમાં બનેલ ઘટના ભારત દેશને શરમ થી ઝુકાવી દે તેવો ગંભીર કિસ્સો બન્યો છે.અને ડેવિડ નામના આદિવાસી યુવાનનું ગળું કાપીને હત્યા કર્યા બાદ તેનું ગળું બાડ ઉપર લટકાવી દેવામાં આવ્યું છે.આ પ્રકારની ગંભીર ઘટનાઓને રોકી ધાર્મિક, રાજનૈતિક, નફરતી ઝેર ફેલાતું રોકવા તેમજ આ ઘટનાના દોષીઓને કડક કાયદાકીય સજા કરવામાં આવે અથવા ફાંસી ની સજા કરવામાં આવે તેમજ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી મહિલાઓને તથા આદિવાસી સમાજને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે ભીલ પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.