દાહોદના છાબ તળાવ પાછળ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરીનો આરંભ.. કૃત્રિમ તળાવ બનાવવા માટે આખા વર્ષ દરમિયાન નીરસ જોવાયેલી નગરપાલિકા તહેવારોની સાથે વિસર્જન નજીક આવતાં સફાલી જાગી

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે દાહોદ 

દાહોદના છાબ તળાવ પાછળ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરીનો આરંભ..

કૃત્રિમ તળાવ બનાવવા માટે આખા વર્ષ દરમિયાન નીરસ જોવાયેલી નગરપાલિકા તહેવારોની સાથે વિસર્જન નજીક આવતાં સફાલી જાગી

કૃત્રિમ તળાવના સ્થળે દરગાહ વચ્ચે આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો

દાહોદ તા. 20

દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવ ખાતે વર્ષોથી ગણપતી દશામાં તેમજ તાજીયાઓનું વિસર્જન કરવામાં આવતું હતું. પરંતુ દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ લાગુ થતા પર્યાવરણની જાળવણી અંતર્ગત તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ પીઓપીમાંથી બનાવેલ મૂર્તિઓનું વિસર્જન થતા પર્યાવરણ તેમજ છાપ તળાવમાં વસવાટ કરતા જળચર જીવો માટે હાનિકારક હોવાથી NGT ગાઈડલાઈન મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા તળાવમાં મૂર્તિ વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત તે એતિહાસિક છાબ તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યો છે. જે બાદ મૂર્તિ વિસર્જનના સ્થળ અંગે વિવાદ ઊભો થતા ગણેશ મંડળો દશામાંનું વિસર્જન કરનારા અને તાજીયા વિસર્જન કરનારા મંડળોએ ગત વર્ષે કલેક્ટરને રજુઆત કરી હતી જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવેલી જમીનો ઉપર કુત્રિમ તળાવ બનાવવામાં કોઈક ને કોઈક વિઘ્ન આવતા આખરે કલેકટરે કુત્રિમ તળાવ બનાવવા માટેનું કામ નગરપાલિકાને સોંપ્યું હતું. અને પાલિકા પ્રમુખ દ્વારા બે માસમાં કૃત્રિમ તળાવ બનાવી આપવાની જાહેરાત કરતા મૂર્તિ વિસર્જન અને જગ્યાએ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કૃત્રિમ તળાવ બણાવવા માટે આખો વર્ષ વીત્યાં છતાંય પણ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરી પરંતુ હવે દશામાં ગણપતી તેમજ તાજીયા વિસર્જનના દિવસો નજીક આવતા પાલિકા તંત્ર નિંદ્રામાંથી સફાળું જાગ્યુ હતું.જેમાં પાલિકા અનેa વહીવટીના નિર્ણય બાદ છાબ તળાવ ખાતે આવેલી સરકારની 65 ગુંઠા જેટલી જમીનમાં 100 ફૂટ લંબાઈમાં કુત્રિમ તળાવ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં પણ વિવાદો આવીને ઉભા થયા હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.જે 65 ગુંઠા જમીનમાં કુત્રિમ તળાવ બનાવવા માટેની કાર્યવાહી કરાઈ રહી છે જેમાં મુસ્લિમ સમાજની દરગાહ આડે આવતા પૂનમ વિવાદ ઉભો થયો છે. જોકે કુત્રિમ તલાવને લઈને ભલે વિવાદ ઊભો થયો હોય હાલતો કુત્રિમ તળાવ બનાવવા માટેની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. તે તસવીરોમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે

Share This Article