રાજેશ વસાવે દાહોદ
દાહોદ જિલ્લામાં સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓની સમજ અંતર્ગત મિટિંગનું આયોજન થયું
દાહોદ તા. 18

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દાહોદ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દાહોદના સંયુક્ત ઉપક્રમે તા.૧૮/૦૭/૨૦૨૩ને મંગળવારના રોજ બી એડ કોલેજ દાહોદ ખાતે વિદ્યાર્થીલક્ષી યોજનાઓની સમજ મીટીંંમાં ગુજરાત સરકારની શિક્ષણ સંબંધિત યોજનાઓ જેવી કે, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, વિદ્યાજલી પોર્ટલ તેમજ દિવ્યાંગ બાળકોના સર્વેની વિગતવાર સમજણ PPT દ્વારા આપવા આવી હતી. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ (N.M.M.S.), પ્રાથમિક – માઘ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા( PSE -SSE), રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (N.T.S.E ) પરીક્ષાઓ અંગે તેમજ ssc /hsc પરિણામ સુધારણા અંગેની ઊંડાણથી માહિતી આપી હતી.

વિદ્યાર્થીલક્ષી યોજનાની સમજ અંગેની આજની મિટિંગમાં તમામ શિક્ષણ સેવા વર્ગ -૨ના અઘિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, BRC, CRC, કેળવણી નિરીક્ષકો, SVS અને QDC કન્વીનરશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. તમામને સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓને શાળાના લાભાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોચાડવા તેમજ અમલ કરવા માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.
