દાહોદમાં લગ્નેતર સબંધમાં પતી-પત્ની વચ્ચે વિખવાદનું 181 અભયમે સુખદ નિરાકરણ કરાવ્યું….

Editor Dahod Live
2 Min Read

દાહોદમાં લગ્નેતર સબંધમાં પતી-પત્ની વચ્ચે વિખવાદનું 181 અભયમે સુખદ નિરાકરણ કરાવ્યું….

પીડિતાનો પતિ અન્ય સ્ત્રી જોડે સંબંધમાં રહેતા અવારનવાર ઝઘડો કરી ત્રાંસ ગુજારતો હતો.

181 અભયમની ટીમે અસરકારક કાઉન્સિલિંગ કરી પીડિતાના પતિને કાયદાનું ભાન કરાવ્યું.

દાહોદ તા.૧૭

દાહોદમાં પતિના લગ્નેતર સબંધથી ત્રસ્ત બની વાજ આવેલી એક પરણીતાએ પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા 181 મહીલા હેલ્પલાઈનમાં કોલ કરી મદદ માંગતા દાહોદની અભયમ રેસ્કયું ટીમે સ્થળ પર પહોંચી પતિને કાયદાકિય અને સામાજીક જવાબદારીનું ભાન કરાવી સુખદ સમાધાન કરાવ્યું 

પ્રાપ્ત માહીતી અનુસાર દાહોદ તાલુકાના એક ગામની એક પરિણીતાના પતિનું અન્ય સ્ત્રી સાથે સંબંધમાં હોય તેની પત્નિ જોડે અવાર નવાર મારઝૂડ કરતો હતો.એટલું જ નહિ તેનો પતિ નશાની હાલતમાં કોઈપણ કારણ વગર તેની પત્ની જોડે મારઝૂંડ કરી અવારનવાર ત્રાસ ગુજારતો હતો. એટલું જ નહિ બે બાળકોની માતાને ગતરોજ હાથપગ દરવાજા થી બાંધી તેની પત્નીને બહારથી તાળું મારી જતો રહ્યો હતો. ત્યારબાદ આ પીડિત મહિલાએ પોતાના હાથ પગની બાંધેલી રસીયો ખોલી ધાબા પર જઈને કૂદકો મારી બહાર આવી હતી અને તેણે રસ્તામાં એક હોમગાર્ડ મળતા તેમની પાસે થી ફોન લઈ ને 181મહીલા હેલ્પ લાઈનમાં પર કોલ કર્યો ને મે મદદ લીધી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલા અભયમના કાઉન્સિલરે પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરાવી સામાજિક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવી પત્ની, બાળકોને ત્રાસ આપવો એ ગુનો બને છે.તેમ જણાવી તેના પતિને કાયદાનું ભાન કરાવતા આખરે પીડીતાના પતિએ પોતાની ભૂલ કબૂલી હતી. અને હવે પછી અન્ય સ્ત્રી સાથે કોઈ સંબંધ નહિ રાખું અને નશો કરીને ઘરમાં નહિ આવું અને હવે મારી પત્નીને અને મારા છોકરાંઓને પણ કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપુ. તેની ખાતરી આપી હતી. જેથી બંને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સિલગથી પારિવારિક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતુ.

Share This Article