દાહોદ જિલ્લા પોલીસે ડિવિઝનના જુદા જુદા સાત પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ અંગેની કાર્યવાહી દરમિયાન પકડાયેલા 1:75 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ફેરવી નાશ કરવામાં આવ્યો હતો

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે દાહોદ 

દાહોદ જિલ્લા પોલીસે ડિવિઝનના જુદા જુદા સાત પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ અંગેની કાર્યવાહી દરમિયાન પકડાયેલા 1:75 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ફેરવી નાશ કરવામાં આવ્યો હતો

દાહોદ તા. 13

આમ તો ગાંધીના ગુજરાતમાં સંવિધાન લખાયું ત્યારથી જ દારૂબંધી અમલમાં છે પરંતુ આ દારૂબંધી જમીન ઉપર ઓછી અને કાગળ ઉપર વધારે સીમિત હોય તેવા આક્ષેપો અવારનવાર થાય છે તે સમયે બુટલેગર તત્વો સ્થાનિક પોલીસને ખુશ કર્યા વગર અથવા જાણ કર્યા વગર વિદેશી દારૂની હેરફેર કરે છે તે સમયે પોલીસ દ્વારા પ્રોહિબિશન અંતર્ગત કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાય છે તો કેટલાય બનાવોમાં દાહોદ પોલીસ પણ દારૂની બદીને કડક રીતે ડામી દેવા સક્રિય બની અવારનવાર વિદેશી દારૂ ઝડપી પાડતી હોય છે અને સાગમટે વહીવટી તંત્રની દેખરેખમાં આ પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે આજરોજ દાહોદ તાલુકાના છાપરી ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં વીદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં દાહોદ ડિવિઝનના એ ડિવિઝન બી ડિવિઝન રૂલર કતવારા ગરબાડા જેસાવાડા તેમજ ગુજરાત રેલવે પોલીસ મથકમાં પકડાયેલા ₹2,45,696 નંગ બોટલો મળી 1,75 31,427 રૂપિયાનો પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો બુલડોઝર તેમજ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયામાં દાહોદ ડિવિઝનના નિર્વાચીત એસપી પ્રાંત અધિકારી એનબી રાજપુત તેમજ દાહોદ ડિવિઝનના જુદાજુદા પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટરો તથા પ્રાંત કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો

Share This Article