વસાવે રાજેશ દાહોદ
દાહોદમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ અને ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમે બીમાર કપિરાજનું રેસ્ક્યુ કરી સારવાર આપી..
દાહોદ તા.૧૦

દાહોદ શહેરના ભગિની સમાજની સામેથી એક બીમાર હાલતમાં વાંદરાને દાહોદની પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ અને ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા વાંદરાનું કરી સારવાર આપવામાં આવી હતી.
આજરોજ દાહોદ શહેરના ભગિની સમાજની સામે એક વાંદરુ બીમાર હાલતમાં નજરે પડતા આ વિસ્તારમાંથી પસાર થતા કાદિરભાઈ બારીઆ દ્વારા આ અંગે પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ અને ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમને ટેલીફોનિક જાણ કરતા બંને ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યાં બીમાર વાંદરાનું ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સ્થળ પર વાંદરાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પાંજરાપોળમાં ખસેડીને હાલ વાંદરાને ફર્સ્ટ એડ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ કામગીરીમાં ઉપરોક્ત બંને ટીમો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
