દાહોદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ની હરકતથી તબીબી આલમ સ્તબ્ધ..પત્નીને અન્ય જોડે આડા સંબંધની વેહેમે પત્નિને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી હોસ્પિટલ બનાવવા દહેજ માંગતા ખળભળાટ..

Editor Dahod Live
5 Min Read

દાહોદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ની હરકતથી તબીબી આલમ સ્તબ્ધ..

પત્નીને અન્ય જોડે આડા સંબંધની વેહેમે કોશારીરિક તેમજ માનસિક ત્રાસ આપી હોસ્પિટલ બનાવવા દહેજ માંગતા ખળભળાટ..

તબીબી સેવા સાથે સંકળાયેલા માલેતુજાર પરિવારમાં પણ દહેજના દૂષણથી આશ્ચર્ય….

દાહોદ એ ડિવિઝન પોલીસે ઇન્ચાર્જ CDMO તેમનાં માતા પિતા તેમજ ભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો…

સમાજ રહે નિકાલ માટે બોલાવેલી બેઠકમાં ચડસાચડસી છુટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા..

ડોકટર બનવા જઈ રહેલાં ત્રણ સંતાનોના માતા-પિતા લગ્નેતર સંબંધના 28 વર્ષ બાદ છુટા થવાની કગાર પર..

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લામાં તબીબી સેવા સાથે સંકળાયેલા અને માલેતુજાર પરિવારમાંથી આવતા તબીબ ની શર્મનાક હરકતથી એક તરફ તબીબી આલમમાં સ્તબ્ધતાની સાથે ખળભળાટનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે જેમાં છેલ્લા 20 વર્ષથી દાહોદમાં તબીબી સેવા આપતા અને તાજેતરમાં કતવારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સુપ્રિન્ટેન્ટ તથા દાહોદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ CDMO ના પદ પર કાર્યરત ડોક્ટર નરેન્દ્ર સિંહ હાંડા તેમની પત્ની ઉપર આડા સંબંધ ની સંકળાયેલ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારી તેમના પિતા માતા તેમ જ ભાઈ દ્વારા હોસ્પિટલ બનાવવા દહેજ પેટે રૂપિયાની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ આ મામલાને સમાજ રાહે નિકાલ માટે બોલાવેલી બેઠકમાં છુટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાતા આખરે મામલો વધુ બિચકતા પતિ તેમજ સાસરિયા પક્ષના ત્રાસથી વાજ આવેલી પરણીતાએ સમાજના આગેવાનો સાથે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા દાહોદ એ ડિવિઝન પોલીસે દાહોદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી ડોક્ટર નરેન્દ્ર હાંડા , તેમના પિતા સાહેબ સિંહ હાંડા, તેમના ભાઈ મહેન્દ્ર હાંડા તથા તેમની માતા નંદુબેન સાહેબ સિંહ હાંડા વિરુદ્ધ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર રંભાપુર ખાતેના રહેવાસી વસંત નાથુસિંહ ખતેડિયાની પુત્રી હર્ષાબેનના લગ્ન ૦૪/૦૨/૧૯૯૫ ના રોજ તાજેતરમાં કતવારા સીએસસીના સુપ્રિન્ટેન્ટ અને દાહોદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ CDMO ના પદ પર કાર્યરત ડોક્ટર નરેન્દ્ર સાહેબસિંગ હાંડા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા.અને દાહોદના ગોવિંદ નગર શક્તિનગર ખાતે વસવાટ કરી 28 વર્ષના દાંપત્ય જીવનમાં ડોક્ટર નરેન્દ્ર સિંહ હાંડા તેમજ હર્ષાબેનના ઘરે બે પુત્રી તેમજ એક પુત્રનો જન્મ થયો જેમા મોટી પુત્રીના લગ્ન થતાં તેઓ હાલ જયપુર ખાતે પી.જી ગાયકનોલોજિસ્ટમાં અભ્યાસ કરી રહી છે . જ્યારે નાની દીકરી મહેસાણા જિલ્લાના કડીમાં આયુર્વેદ માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે સૌથી નાનો પુત્ર દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં એમબીબીએસમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ડોક્ટર પરિવારમાં જન્મેલા ત્રણેય બાળકો નજીકના ભવિષ્યમાં ડોક્ટર બનવા જઈ રહ્યા છે તો બીજી તરફ તેમના પિતા નરેન્દ્ર હાંડા પણ 28 વર્ષથી તબીબી સેવામાં જોડાયેલા છે. આવા તબીબી સેવા થી સંકળાયેલા નરેન્દ્ર હાંડાની પત્ની હર્ષાબેન હાડા દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં સમાજના આગેવાનો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે તેમના પતિ નરેન્દ્ર હાંડા તેમના ઉપર અવારનવાર આડા સંબંધની શંકાએ ઝઘડો કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારી તેમના સસરા સાહેબસિંહ હાંડા, સાસુ નંદાબેન હાંડા , તેમજ દિયર મહેન્દ્ર હાંડા દ્વારા ખોટા ચાલ ચલગત ધરાવતી હોવાના આક્ષેપો કરી ઘરમાં રાખવાની નથી તેમજ હોસ્પિટલ બનાવવા દહેજ લાવવા દબાણ કરી અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તો બીજી તરફ આ મામલો સમાજ રાહે નિકાલમાં જતા બોલાવેલી બેઠકમાં પણ છુટા હાથની મારામારી થતા આખરે પતિ તેમજ સાસરીયા પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર નરેન્દ્ર હાંડા છેલ્લા 20 વર્ષથી દાહોદ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ રાજકીય વગ આધારે વર્ષોથી એક જ જગ્યાએ નોકરી કરી રહ્યા છે. તો બીજી તરફ ડોક્ટર નરેન્દ્ર હાંડા વિરુદ્ધ અગાઉ પણ કેટલીક રજૂઆતો થયેલી છે. તું રાજકીય આવરણમાં આ તમામ રજૂઆતો માં ભીનું સંકેલાઈ ગયાંના પણ આક્ષેપો થઈ રહ્યા છે. તારે કેટલાક લોકો દબી જુબાનમાં પણ બોલી રહ્યા છે કે નરેન્દ્ર હાંડા પોતે ચાલચલગત માં કેટલો સારો છે. તે શું કોઈ જાણે છે. ડોક્ટર નરેન્દ્ર નરેન્દ્ર હાંડા વિરુદ્ધ થઈ રહેલા ઉપરોક્ત આક્ષેપોમાં તથ્ય કેટલું.? આ એક ગંભીર તપાસનો વિષય છે. જે અંગે પોલીસમાં સંબધિત વિભાગ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ આદરવામાં આવે તો ઘણું બધું બહાર આવવાની ચર્ચાઓ પણ જોડ સોર થી ઉઠવા પામી છે. ત્યારે હાલ તો દાહોદ એ ડિવિઝન પોલીસે ડોક્ટર નરેન્દ્ર હાંડા તેમજ તેમના પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article