મીનાકયાર PHC ખાતે તાલુકા કક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

મીનાકયાર PHC ખાતે તાલુકા કક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો 

આરોગ્ય અધિકારી એ.આર ડાભી ઉપસ્થિત રહ્યા

ગરબાડા તા. 1

મળતી વિગતો અનુસાર માનનીય પ્રધાનમંત્રી ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય સીકલ સેલ એનેમિયા નિર્મૂલન અભિયાન અને એક કરોડ આયુષ્માન કાર્ડ વિતરણ નો શુભારંભ કાર્યક્રમ અંતર્ગત ગરબાડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ મિનાકયાર PHC ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં , તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ તેમજ ગામના આગેવાનો ,તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર, તાલુકા સિકલસેલ કાઉન્સિલર તેમજ તમામ આરોગ્યના સ્ટાફ CHO,MPHS,MPHW FHW,LT,

આશા વર્કર બહેનો તેમજ તમામ સ્ટાફ….. સિકલ સેલ ડી.સી.સ અને સિકલ સેલ લાભાર્થીને તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લાઈવ પ્રસારણ નિહાળ્યો આ પહેલા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ડો.ડાભી સાહેબ દ્વારા સિક્લ સેલ વિશે માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ તેમજ સિકલ સેલ કાર્ડ અને PMJAY કાર્ડ તેમના વરદ હસ્તે લાભાર્થીને વિતરણ કરવામાં આવ્યા..

Share This Article