
રાહુલ ગારી ગરબાડા
બકરી ઈદના તહેવારને લઈને ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
મુસ્લિમ સમાજનો તહેવાર બકરી ઈદ આવતીકાલે ૨૯ ના રોજ હોવાથી આ તહેવાર દરમ્યાન નગરમાં કોઈ અણઘટી ઘટના ના બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને શાંતિ પૂર્વક બકરી ઇદની ઉજવણી થાય તે માટે ગરબાડા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. ગરબાડા પીએસઆઇ જે એલ પટેલની અધ્યક્ષતામા યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બકરી ઈદનો તહેવાર શાંતિ પૂર્ણ માહોલમા ઉજવાય તે દિશામાં પોલીસ દ્વારા આગેવાનોને જરૂરી સૂચનો કરાયા હતા. ઉપરાંત બેઠકમાં આવેલ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા. ત્યારે ગરબાડામાં તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, ત્યારે આવનાર બકરી ઇદનો તહેવાર પણ ગરબાડામાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી.