*સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ધોરણ 10 માં નવસારી જિલ્લામાં પ્રથમ આવી ખેરગામનું નામ રોશન કરનાર દ્રષ્ટિ પ્રદીપભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું.*
ખેરગામ નવા રોડ પર મોબાઈલની દુકાન ધરાવતા પ્રદીપભાઈ ગુલાબભાઇ પટેલની દિકરી દ્રષ્ટિ પ્રદીપભાઈ પટેલે ચીખલી એબી સ્કૂલમાં અભ્યાસ કરીને ધોરણ 10 માં 600 માંથી 582 ગુણ પ્રાપ્ત કરી 99.99 પર્સનટાઇલ સાથે તમામ વિષયોમાં A1 ગ્રેડ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ખેરગામનું અને સમગ્ર નવસારી જિલ્લાનું નામ રોશન કરેલ હતું.પિતાની મોબાઈલની દુકાન હોવા છતાં દ્રષ્ટિએ મોબાઈલનું વળગણ રાખ્યા વગર માત્ર ભણતરમાં જ ધ્યાન આપી અથાગ મહેનત કરેલ જેના પરિણામ સ્વરૂપે દ્રષ્ટિએ ઝળહળતી સફળતા મેળવેલ.આ વાતની નોંધ લઇ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને IPP,ઇન્ડિયન મેડિકલ એસોસિએસન,વલસાડ અને ખેરગામના જાણીતા તબિબ દંપત્તિ ડો.નિરવ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ દ્વારા એમના નવા રેસ્ટોરન્ટ “દિવા નું ઘર રેસ્ટ્રો” ખાતે સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાના અને ગરીબોની સેવામા હંમેશા તત્પર રહેતા વલસાડ પોલીટેકનિક કોલેજના પ્રોફેસર નિરલ પટેલના હસ્તે સન્માન કરાવવામાં આવ્યું હતું અને દ્રષ્ટિ જિંદગીમાં ખુબ પ્રગતિ કરે અને સમાજ તેમજ દેશનું નામ રોશન કરે એવી શુભકામના પાઠવી હતી.