
રાહુલ ગારી ગરબાડા
શિક્ષણમંત્રી ની અધ્યક્ષતામાં નેલસુર,અભલોડ અને ગરબાડાથી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
આજ નો દીવસ ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય માટે.
શિક્ષકોના ભાગીદારીથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે
ગરબાડા તા .૧૨
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ‘ઉજવણી.. ઉજ્જવળ ભવિષ્યની..’ સૂત્ર સાથે દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતી વિકાસ વિભાગના અને પ્રાથમિક,માધ્યમિક તેમજ પ્રોઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઇ ડિડોંરના અધ્યક્ષતામાં ગરબાડા તાલુકાના નેલસુર ઘાટી, અભલોડ અને ગરબાડા કુમારશાળા ખાતે બાલવાટીકામાં અને ધો. ૧ માં પ્રવેશ પામનાર બાળકોનું નામકાંન કરી પ્રવેશ કરાવ્યો હતો.
કેબિનેટ મંત્રી કુબેરભાઇ ડિડોંરએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના ભાવિ નાગરિક એવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજિત પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રથમ દિવસ યાદગાર બની રહેશે. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા કટિબદ્ધ છે. ત્યારે શાળામાં ભુલકાંઓ હસતા-રમતા પ્રવેશ મેળવે, તેનો શ્રેય જે તે શાળાના શિક્ષકો અને આંગણવાડીની બહેનોને જાય છે. આંગણવાડીમાં બાળકોને અક્ષરજ્ઞાનની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શાળામાં ભણવા માટે તૈયાર કરતા આંગણવાડી બહેનો અભિનંદનને પાત્ર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવનો આ કાર્યક્રમ છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલે છે. કન્યા કેળવણી ક્ષેત્રે આ કાર્યક્રમ દ્વારા નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઘટયો છે. આપણે શિક્ષણ ક્ષેત્રે જાગૃત્ત બન્યા. વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યુ કે, રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં અદ્યતન સુવિધાઓનું નિર્માણ કર્યું છે.શાળા પ્રવેશોત્સ કાર્યક્રમw દરમિયાન ગરબાડા તાલુકાની નેલસુરી ઘાટી પ્રા.શાળામાં ધો.૧માં ૨૦, બાલવાટિકામાં ૨૫, અભલોડ પ્રા.શાળામાં ધો.૧ થી પ્રવેશ આપવામાં આવ્યો હતો.