
રાહુલ ગારી ગરબાડા
ઈંટોના ભઠ્ઠા પર પાર્ક કરેલ ટોલી સાથે ટ્રેક્ટર ચોરાતા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધ
ગરબાડા તા. ૮
અભ લોડ માં ઈટોના ભઠ્ઠા ઉપર પાર્ક કરેલી ટ્રોલી સાથેનું નું ટ્રેકટર અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઈ ગયા હતા ચંદવાણાના રમેશભાઈ બાગડીયા ના ટ્રેક્ટરના ડ્રાઇવર શૈલેષભાઈ ડામોરે ટ્રેક્ટર તથા ટ્રોલી સાથે ટ્રેક્ટર તારીખ 30 મે ના રોજ રાત્રે અભલોડ ગામે રાજા બ્રિક્સ નાં ઈંટોના ભટ્ટા ઉપર પાર્ક કરી પોતાના ઘરે જતો રહ્યો હતો ત્યારે રાત્રિના સમયે કોઈ ચોર ઈસમો આ ટ્રોલી સાથેનું ₹2,50,000 ની કિંમત નું ટ્રેક્ટર ચોરી કરી લઈ ગયા હતા. બીજા દિવસે ડ્રાઇવર શૈલેષભાઈ ઈટોના ભટ્ટા ઉપર જતા પાર્ક કરેલી જગ્યાએ ટ્રોલી સાથેનો ટ્રેક્ટર જોવા ન મળતા આજુબાજુમાં શોધ ખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો નહીં લાગતા તેના ટ્રેક્ટરના માલિક રમેશભાઈ ને જાણ કરી હતી જે બાબતે ટ્રેકટરનાં માંલિકે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી