દાહોદમાં વિવાદિત નગીના મસ્જીદનું દબાણ પરોઢિયે 4-15 વાગે દુર કરાયુ, પેલીસે આખી રાત માથે લીધી માત્ર પોલીસ કાફલો અને વહીવટી તંત્રની હાજરીમાં ડીમોલીનેશનની કામગીરી ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરી દેવાઇ, આખાયે વિસ્તારની કિલ્લેબંધી કરાઇ

Editor Dahod Live
5 Min Read

દાહોદમાં વિવાદિત નગીના મસ્જીદનું દબાણ પરોઢિયે 4-15 વાગે દુર કરાયુ,

પેલીસે આખી રાત માથે લીધી માત્ર પોલીસ કાફલો અને વહીવટી તંત્રની હાજરીમાં ડીમોલીનેશનની કામગીરી ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરી દેવાઇ,

આખાયે વિસ્તારની કિલ્લેબંધી કરાઇ

દાહોદ તા.20

દાહોદ શહેરની મધ્યમાં આવેલી નગીના મસ્જીદનો વિવાદ છેલ્લા કેટલાયે દિવસોથી ચાલતો હતો.તંત્ર દ્રારા આ મસ્જીદને પરોઢિયે 4-15 કલાકે તોડી પાડવામાં આવી હતી.જ્યારે પશુ પક્ષી પણ ફરખતા ન હતા તેવા સમયે પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મસ્જીદનુ દબાણ દુર કરવામાં આવ્યુ હતુ.આખાયે વિસ્તારમાં માત્ર પોલીસ અને જૂજ પત્રકારો સિવાય અન્ય કોઇ હાજર ન હતુ.

દાહોદના ભગિની સમાજની સામે વળાંકમાં જ નગીના મસ્જીદ આવેલી હતી.આ મસ્જીદની લાઇનમાં તેમજ આસપાસના તમામ દબાણો આ પહેલાં જ તોડી પાડવામાં આવ્યા હતા.બીજી તરફ આ મસ્જીદ મામલે મસ્જીદના ટ્રસ્ટીઓ અને તંત્ર વચ્ચે દાવા પ્રતિદાવા ઠોકવામાં આવતા હતા.તંત્રનુ કહેવુ હતુ કે આખીયે મસ્જીદ દબાણમાં છેે જ્યારે ટ્રસ્ટીઓનુ કહેવુ હતુ કે મસ્જીદમાં માત્ર 6 ફુટ જેટલું જ દબાણ છે.ત્યારે તંત્ર દ્રારા ટ્રસ્ટીઓને જરુરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યુ હતુ અને એક જાણકારી મુજબ શુક્રવાર સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો હતો તેમ કેહવામાં આવતુ હતુ.

સમાજના યુવાનોએ આ પહેલાં જ જાતે જ મસ્જીદનો 6 ફુટનો ભાગ તોોડી પાડ્યો હતો

બીજી તરફ મસ્જીદના ટ્રસ્ટીઓ અને સમાજના યુવાનોએ જાતે જ મસ્જીદનો ત્6ફુટનો ભાગ આ પહેલાં જ તોડી પાડ્યો હતો.તે દિવસે પણ ઉત્તેજના વ્યાપી ગઇ હતી કારણ કે સમાજના લોકોોએ સરકારી મસીનરીનો ઉપયોગ કરવાનુ ના પાડી દીધી હતી.બીજી તરફ સ,માજના યુવાનોએ જાતે જ મસ્ેજીદનો ભાગ તોડવાનું શરુ કર્યુ હતુ.તેનાાથી પણ પરિણામ ન મળથાં છેવટે સ્વખર્ચે જેેસીબી મંગાવ્યા હતા અને તે બે જેસીબી વડે જ 6 ફુટ જેટલો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો.તેવા સમયે શુક્રવારની સાંજ પહેલા જ આગલી રાત્રે જ મસ્જીદના ટ્રસ્ટીઓ કાયદાકીય લડાઇમાં હારી ગયા હોવાના સમાચારો વહેતા થઇ જતા ફરીથી ગરમાવેો આવી ગયો હતો.જો કે શુક્રવારે આખોયે દિવસ તંત્ર દ્રારા કોઇ ચહલ પહલ દેખાઇ ન હતી.શુક્રવાર હોવાથી માત્ર સામાન્ય પોલીસ બંદોબસ્ત જ ગોઠવવામાં આવ્યો હતો.જો કે રાત બાદ સાૈથી પહેલા પોલીસ વિભાગમાં સળવળાટ જોોવા મળતાં કઇંક બનવાનુ છે તેવી સભાવનાઓ દેખાવા લાગી હતી પરંતુ પોલીસ વિભાગે ખુબ જ ચોકસાઇ પૂર્વક કામગીરી શરુ કરી હતી.જોકે આખાયે દબાણ હટાવ કામગીરીમાં અગ્રેસર રહેેનારા એએસપી જગદીશ બાંગરવાના નેતૃત્વમાં જ આખોયે માસ્ટર પ્લાન ઘડાયો હતો.સૈા પ્રથમ તો મસ્જીદ તરફ આવતા તમામ રસ્તાઓ પર બેરીકેટ લગાવી બંધ કરી દેવાયા હતા અને રાત્રે 2-30 વાગ્યાથી જ પોલીસની ફોજ એકત્ર થઇ ગઇ હતી.તબક્કાવાર પોોલીસના તમામ સરકારી વાહનોની કતાર ખડકી દેવામાં આવી હતી અને ખૂણે ખૂણે પોોલીસ બંદોબસ્ત ગોોઠવી દેવાયો હતો.વજ્ર વાહન તેમજ પાણીનો મારો કરવાની પણ જરુરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો હતો.સમગ્ર તૈયારી થયા પછી પોલીસ કુમક મસ્જીદ આગળ પહોંચી હતી.ઉપરાંત મામલતદાર, પાલિકા તેમજ સીટીસર્વેનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો.તે સમયે એકાએક જ એએસપીએ સુચના આપી કે મહિલા પોલીસ પણ તૈનાત કરો. ત્યારે ઘણાંને આશ્ચર્ય થયુ હશે કે આટલી રાત્રે કોણ મહિલાઓ આવી શકે છે.ત્યારે થોડી વારમાં જ મહિલા ફોર્સ પણ આવી પહોંચી હતી અને તેની સાથે જ એક પેલીસ બસની વ્યવસ્થા પણ કરી દેવાઇ હતી.મહિલા પોલીસ ફોર્સ મસ્જીદ પર પહોંચી હતી અને ત્યાં જોવા મળ્યુ કે 30 થી વધુ મહિલાઓ મસ્જીદમાં જ બેઠી હતી.આ મહિલાઓએ મસ્જીદને બચાવવા માટે આખીયે રાત મસ્જીદમાં જ વીતાવી હતી.આ તમામ મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી અને કોઇ પણ પ્રકારના ઘર્ષણ વિના તેમને કાયદાકીય સમજ આપવામાં આવી હતી.છેવટે મહિલાઓને ગળે વાત ઉતરતાં તેઓ પોલીસ વાહનમાં બેસીને રવાના થઇ ગયા હતા.આ વખતેેસુરક્ષાના કારણો સરકોઇ અત્યંત ગોપનીયતા રાખવામાં આવી હતી.ત્યારબાદ જેવા સવારના 3-45 વાગ્યા અને દાહોદના મહિલા પ્રાંત અધિકારી એન.બી.રાજપૂત કે જેઓ આજકાલ લેડી સિઁઘમના નામથી દાહોોદમાં પ્રખ્યાત થયા છે તેમની એન્ટ્રી પડી હતી.એએસપી પહેલેથી જ હાજર હતા ત્યારે પાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પણ આવી પહોંચ્યા હતા.આ ત્રિપુટી વચ્ચે સામાન્ય ગુપ્તેગુ થઇ હતા કારણ કે આખોયે પ્લાન પહેલે થી જ તૈયાર હતો.ખાસ કરીને પોલીસ બંદોબસ્તનુ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ.જો કે સવારનોો સમય હોવાથી અને રસ્તો બંધ હોવાથી સામાન્ય દિવસો માફક કોઇ ટોળા એકઠા થયા ન હતાં અને બસ થોડી જ વારમાં બે હિટાચી મશીન આવી પહોંચ્યા હતા અને સૂચના મળતા જ મસ્જીદનુ દબાણ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.દીમે દીમે મસ્જીદનુ દબાણ ક્રમશઃ અને આયોોજન બદ્ધરીતે દુર કરવાની કામગીરી શુ કરવામાં આવી હતી.આશે 45 થી 50 મિનીટમાં દબાણ ધુર કરી નાખવામાં આવ્યુ હતુ.તેની સાથે કાટમાળ હટાવવાની કામગીરી પણ શરુ કરી દેવાઇ હતી.

Share This Article