પીપલોદ પોલીસે આંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મુલાકાત લઇ ગ્રામિણોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી..
પીપલોદ તા.27
પિપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાત્રિના રોજ વિસ્તારના પીપલોદ ગામ અસાયડી ગામ નાની જરી ગામ તેમજ વાડોદર ગામમાં વિલેજ વિઝીટ કરવામાં આવી અને પીએસઆઇ શ્રી જીબી પરમાર વાડોદર ગામમાં તેમજ આઉટ પોસ્ટ/બીટ જમાદારનાઓએ નાનીઝરી, અસાયડી, પીપલોદ ગામમાં રાત્રિ રોકાણ કર્યું….
જેમાં લોકોના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળવામાં આવી અને તેના નિરાકરણ અર્થે કાર્યવાહી કરવામાં આવી
મુખ્યત્વે સગીર બાળકો માં સારા સંસ્કારોનું સિંચન થાય અને વિસ્તારમાં ડીજે દ્વારા અશ્લીલ ગીતો ના વગાડવામાં આવે તેની પણ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું
વિસ્તાર મા POCSO કાયદા અન્વયે સગીર બાળકી ના અપરણના બનાવો વધતા જતા હોય વાલીઓને પોતાના 14 થી 18 વર્ષના સંતાનોનું ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું
વાહન અકસ્માતના પણ બનાવો વધતા જતા હોય લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું
વધુમાં વધુ બાઈક ચાલકોએ હેલ્મેટનો ઉપયોગ કરવા તેમજ રોંગ સાઈડ વાહન ન ચલાવવા તેમજ સીટબેલ્ટ લગાવીને ફોરવીલ વાહન ચલાવવા જણાવવામાં આવ્યું..