દાહોદમાં હેમંત ઉત્સવ બજારના ટેન્ડરીંગ પ્રક્રિયાના વિવાદને લઈ દાહોદ નગરપાલિકાની સ્પષ્ટતા,પાલિકાએ નિયમોઅનુસાર ટેન્ડર પક્રિયા હાથ ધરી છે :- પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ..
કેટલાક લોકોની દુકાનો બંધ થઈ જતા પ્રજાલક્ષી કામોમાં વિસંગતતા ઊભી કરી પત્રકારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે :- રાજેશ સહેતાઈ..
દાહોદ તા.26
દાહોદના હેમંત ઉત્સવ બજારમાં ટેન્ડરિંગ પ્રક્રિયામાં ઉભી થયેલી વિસંગતતાને લઈ દૈનિક સમાચારોમાં પાલિકા દ્વારા કરેલ ટેન્ડરિંગ પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયાં હોવાના તેમજ ટેન્ડર કોસ્ટ કરતા વધારે ટેન્ડર મંજૂર કરવા બાબતનું સમાચારો પ્રસારિત થયા હતા જે અંગે પાલિકા દ્વારા પત્રકાર મિત્રો સમક્ષ સમગ્ર ટેન્ડરિંગ પ્રક્રિયા અનુસંધાને પાલિકા દ્વારા કરેલ કાર્યવાહીનો વિગતવાર ખુલાસા કર્યા હતા
બે દિવસ અગાઉ દાહોદના હેમંત ઉત્સવ બજાર ખાતે દાહોદના સાંસદ,ધારાસભ્ય, પાલિકા ટીમ દ્વારા નવ વર્ષ અગાઉ બનેલું પતરા ના સેડવાળું હેમંત ઉત્સવ બજાર જેનું નવીનીકરણ કરી ડેવલોપમેન્ટ કરવા માટે સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત 5.44 કરોડના ખર્ચે હેમંત ઉત્સવ બજારને અત્યાધુનિક ડેવલોપમેન્ટ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં સૂત્રોના જાણવા મળ્યા અનુસાર જ્યારે આ હેમંત ઉત્સવ બજારની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ત્યારે પાલિકાના ચૂંટાયેલા સભ્યો આ ટેન્ડર પ્રક્રિયાને લઈને નારાજ હોય તેમજ આ ટેન્ડર બે વાર વધુ રકમ કરતા અબોવમાં જતા અને કોઈપણ એજન્સીને કામ સોંપવાનો વર્ક ઓર્ડર સોપવામાં ન આવ્યો હોય તેમ છતાંય ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હોય એવી ચર્ચાઓ પણ ચાલી હતી. તેમજ સ્થાનિક પેપરોને આ યોજનાની ટેન્ડર પ્રક્રિયાની માહિતીથી અજાણ રાખી અને અન્ય રાજ્યના મોટા મહાનગરના પેપરમાં જાહેરાત અપાતા લોકલ સ્થાનિક પત્રકારો પણ અજાણ હોવાના કારણે તેના લીધે પણ વિસંગતતા જોવા મળી હતી.ત્યારે ખાત મુહર્તના કાર્યક્રમ બાદ આ મામલે સ્થાનિક પત્રકારોએ દાહોદના સાંસદ પાસે ઇન્ટરવ્યૂની માંગ કરી હતી પરંતુ તેમને દાહોદ નગરપાલિકા પ્રમુખ આપશે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ દાહોદ નગરપાલિકાના પ્રમુખ હેમંત ઉત્સવ બજાર મામલે ઇન્ટરવ્યૂ આપવા ઉભા થયા. ત્યારે પત્રકારોના સવાલથી તેઓ પણ અજાણ હતા પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું.કે ખાતમુહર્ત તો કરો છો.પરંતુ આ ટેન્ડર પ્રક્રિયામાં એજન્સીને હજુ સુધી વર્ક ઓર્ડર કેમ આપવામાં નથી આવ્યો તે સવાલ પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે ટેન્ડર નું વર્ક ઓર્ડર આપી દીધું છે.અને તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને બોલાવી તેમના દ્વારા ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું હતું અને પત્રકારોએ પૂછેલા સવાલમાં તેઓએ જણાવ્યું હતું કે આ ખાતમુહર્તના અડધો કલાક પહેલા જ કામ કરનાર એજન્સીને આપી દેવામાં આવ્યો છે તેમાં ટેન્ડર પ્રક્રિયાને લઈને કેટલાક સવાલો પત્રકારો દ્વારા ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યા હતા ત્યારે તેના સંદર્ભમાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે જવાબો આપ્યા હતા પરંતુ જ્યારે બીજા દિવસે સમાચારોમાં આ ટેન્ડર પ્રક્રિયાને લઈને શંકા કુશંકાઓ જેવા સમાચારો પ્રસિદ્ધ થતા પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ અને પાલિકાના સત્તા પક્ષના નેતા રાજેશભાઈ શહેતાઈએ આ મામલે ખુલાસો આપવા માટે પત્રકારોને પાલિકા ખાતે બોલાવ્યા હતા. અને પત્રકારો દ્વારા જે દૈનિક પેપરોમાં છપાયા મુજબ તેમને જણાવ્યું હતું કે નિયમોને આધીન જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.તેમજ આ મામલે ટેન્ડર કોસ્ટ કરતાં વધુ રકમથી ટેન્ડર એબોવમાં જતા તેના વિશે પણ તેમને ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે આ કોઈ નવી ઘટના નથી ટેન્ડર પ્રક્રિયા ગમે ત્યારે હિન્દુસ્તાનમાં હાથ ધરાય ત્યારે ઘણી વખત આ રકમને લઈને એબોવમાં જતા હોય છે તેમજ પેપરમાં પ્રસિદ્ધ થયેલા જાહેરાત બાબતે પણ તેમને ખુલાસો કર્યો હતો અને રાજ્ય સરકારના નિયમનો હવાલો આપી જણાવ્યું હતું કે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયામાં નિયમોનો બદલાવ તથા ગુજરાત સરકારના નિયમ મુજબ આ જાહેરાત ફક્ત અમદાવાદ ખાતેના પેપરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારે તેને લઈને પણ છતાં પક્ષના નેતા સામે પત્રકારોએ સવાલો ઊભા કર્યા હતા કે સરકારના નીતિ નિયમ પ્રમાણે સ્થાનિક બે પેપર તથા રાજ્યના મહાનગરના સેન્ટર ગણાતા અમદાવાદ ખાતેના પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવાના નિયમો છે.દાહોદના લોકલ બે લોકલ દૈનિક સમાચાર પત્રોને બાદ રાખી આ જાહેરાત અમદાવાદ ખાતેના પેપરમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.જોકે પેપરમાં છપાયેલા સમાચાર મુજબ તેઓએ ખુલાસા તો આપ્યા અને તેમની પારદર્શિતા અને નિયમ મુજબની વાતો તો કરવામાં આવી છે.પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં એમ પણ ચર્ચા ચાલતી હતી કે પત્રકારો સામે આ ખુલાસો કરવાની કેમ જરૂર પડી એવા અનેક સવાલો પણ ચર્ચામાં હતા.ત્યારે જોકે હાલ તો આ ટેન્ડર પ્રક્રિયાને લઈને શાસક પક્ષના નેતા અને પ્રમુખ દ્વારા ખુલાસા આપવામાં આવ્યા છે.પરંતુ આવનાર સમયમાં આ હેમંત ઉત્સવ બજારના ડેવલોપમેન્ટને લઈને નાગરિકોની સુવિધા માટે તેમજ પાલિકાનું સ્વભંડોળ ઊંચું લાવવા માટે ખરી ઉતરશે ખરી તે તો આવનાર સમયે જ બતાવશે?
