ગરબાડા નગર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહભેર રમજાન ઈદની ઉજવણી કરી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા નગર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહભેર રમજાન ઈદની ઉજવણી કરી

. તારીખ 22 એપ્રિલ

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 22 એપ્રિલ ના રોજ ગરબાડા નગરની જુમ્મા મસ્જિદ પાસે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી રમજાન ઈદ નિમિત્તે ગરબાડા નગર સહિત સમગ્ર તાલુકાના મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહભેર રમજાન ઈદની ઉજવણી કરી હતી રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ ગરબાડા જુમ્મા મસ્જિદ ખાતે ઇદની નમાજ અદા કરી એકબીજાને ગળે મળી ઇદ ની શુભેચ્છાઓ પાઠવી હતી ઈદના તહેવારને ધ્યાનમાં લઈને ગરબાડા નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો

Share This Article