દાહોદમાં પવિત્ર રમજાન માસની ઈબાદત પૂર્ણ થઈ:ચાંદના દીદાર થતા મુસ્લિમ સમાજ આવતીકાલે હર્ષોઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરશે..
દાઊદી વ્હોરા સમાજે આજે ધામધૂમથી રમજાન ઈદની ઉજવણી કરી.
દાહોદ તા.21
પવિત્ર રમજાન માસનો આજે 29 મો રોજો (ઉપવાસ) પૂર્ણ થયો હતો જેમાં મુસ્લિમ માન્યતા અનુસાર ચાંદના દીદાર કર્યા બાદજ ઈદની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગઈ કાલે ખાડી દેશોમાં ચાંદના દીદાર થયાં હતા ત્યારે ભારતમાં પણ આજે એકમ અને દુજ ભેગી થતા સાંજના સમયે ચાંદના દીદાર થતા મુસ્લિમ સમાજ આવતીકાલે રમજાન ઈદની એટલે કે મીઠી ઈદની ઉજવણી કરશે જોકે દાહોદ સહીત વિવિધ પ્રાંતોમાં વસતા દાઉદી વ્હોરા સમુદાયના અંગ્રેજી કેલેકન્ડર મુજબ 30 રોજા પૂર્ણ થતા તેઓએ મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી આજે ઇ્દુલ ફિત્રની દબદબાભેર ઉજવણી કરી હતી ત્યારે દાહોદમાં પણ મોટી સંખ્યામાં વસતા મુસ્લિમ બિરાદરો ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી પરંપરાગત રીતે ઉજવણી કરશે ભારત વિવિધ ધર્મ અને સંપ્રદાયનો દેશ છે ભારતના જુદા જુદા વિસ્તારોમાં વસતા વિવિધ ધર્મના લોકો અને સમુદાયોની તહેવારો અને પરંપરા પણ નોખી છે જે રીતે હિન્દુઓ માટે શ્રાવણનો પવિત્ર મહિનો ગણાય છે એવી જ રીતે ખ્રિસ્તીઓ માટે નાતાલ પર્વ મહત્વનો ગણાય છે તેવીજ રીતે વોહરા અને મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમજાન માસ ખુદાની ઈબાદત માટે ખૂબજ મહત્વપૂર્ણ ગણાય છે આ પવિત્ર રમજાન માસ દરમિયાન રમજાન માસમાં દિવસ દરમિયાન ભૂખ્યા રહી રોઝા રાખવામાં આવે છે તેમજ પોતાની કમાણી માંથી અમુક ટકાનો હિસ્સો ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને દાન કરવામાં આવે છે આ રમજાન માસ દરમિયાન આખો દિવસ ભૂખ્યા પ્યાસા રહી વોહરા અને મુસ્લિમ સમાજ રાત દિવસ નમાજો અદા કરી ખુદાની ઈબાદતમાં નિરંતર રહેતો હોય છે ત્યારે વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં વસતા વ્હોરા તેમજ મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પવિત્ર રમજાન માસ દરમિયાન વૈશાખના ધોમ ધકતા તાપમાં રોજા રાખી નમાજો અદા કરી હતી જોકે વ્હોરા સમાજ અંગ્રેજી કેલેન્ડર મુજબ તીથીઓ અને તહેવારો ઉજવતો હોય છે ત્યારે વ્હોરા સમુદાયના ગઈ કાલે 30 રોજા પૂર્ણ થતા તેઓએ આજે મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી એક મેકને ગળે મળી મોઢું મીઠુ કરાવી ઈદની ઉજવણી કરી હતી જયારે મુસ્લિમ સમાજ ઈસ્લામિક હિજરી સનને અનુસરતો હોય છે અને તેમાં હિજરી સનનો મહિનો પૂર્ણ થતા એકમ કે બીજના દિવસે ચાંદના દિદાર કર્યા બાદ જ રમજાન માસના રોજા રાખવાનો પ્રારંભ કરતો કરાતો હોય છે અને ચાંદના દીદાર બાદજ ઈદની ઉજવણી પણ કરતો હોય છે ત્યારે ગઈકાલે ખાડી દેશોમાં ચાંદના દીદાર થતા તેઓએ આજે રમજાન ઈદની ઉજવણી કરી હતી ત્યારે ભારત ભરમાં એકમ અને દુજની તિથિ ભેગી થતા ચાંદના દીદાર કરાયા હતા જેથી આવતીકાલે સમસ્ત મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઈદની નમાઝ અદા કરી એક મેકને ગળે મળી મોઢું મીઠું કરી હર્ષોઉલ્લાસ સાથે ઈદની ઉજવણી કરશે આમતો મુસ્લિમ સમાજમાં રમજાન માસ ખુદાની ઈબાદત કરવાની સાથે સાથે સવાબ મેળવવાનો ઉત્તમ મહિનો પણ ગણાય છે ત્યારે આ પવિત્ર રમજાન માસમાં માલે તુજાર મુસ્લિમ પરિવારો તેમજ પૈસે ટકે સુખી સંપન્ન પરિવારો પોતાની કમાણીનો અમુક હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની ઈદ ફીકી ન જાય તે માટે ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારો માટે ઘર વપરાશનો સામાન મીઠાઈઓ કપડા સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડી એક તરફ સવાબ તો કમાય છે પરંતુ નોખી રીતે ઈદની ઉજવણી પણ મુસ્લિમ સમાજ કરે છે.
