
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાનાનીમચના સરપંચની અનોખી પહેલ: પોતાનો જન્મદિવસ જરૂરીયાતમંદોની મદદ કરી ઉજવ્યો.
પોતાના જન્મદિવસ પ્રાથમિક શાળા પર CCTV કેમેરાનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ.
ગરબાડા તા.20
નિમચ ગામના સરપંચ દ્વારા પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવણી ને યાદગાર બનાવ્યો. તેમના જન્મ દિન નિમિત્તે પ્રાથમિક શાળા મા વેકેશન દરમ્યાન બાળકો વાંચન લેખન પ્રવૃત્તિમય રહે તેમાટે નોટ બુક, બોલપેન અને પેન્સિલ આપવામાં આવી. સાથે પ્રાથમિક શાળા પર CCTV કેમેરા નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. અને ગામમા આવેલા હેન્ડીકેપ તથા મંદબુદ્ધિવાળા વ્યકિતઓને કપડા આપી જન્મદિનની ઉજવણી કરવામાં આવી.