Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે થી એક જ રાત્રિમાં બે મોટરસાયકલની ચોરાતા ચકચાર 

April 17, 2023
        1190
ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે થી એક જ રાત્રિમાં બે મોટરસાયકલની ચોરાતા ચકચાર 

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે થી એક જ રાત્રિમાં બે મોટરસાયકલની ચોરાતા ચકચાર 

એક જ રાત્રિમાં બે મોટરસાયકલોની ચોરી થતા પંથક માં ખળભળાટ

ગરબાડા તાલુકાના ગાંગડી ગામે થી એક જ રાત્રિમાં બે મોટરસાયકલ ચોરી ના બનાવો સામે આવ્યા છે જેમાં મોટરસાયકલ ની ચોરી ની જાણ ગરબાડા પોલીસ મથકે કરવામાં આવી છે પ્રથમ બનાવ ગાંગરડી ના પંચાલ ફળિયા ખાતે બન્યો હતો જેમાં બકુલભાઈ બાબુભાઈ જાતે ભાભોર રહે મોટી સારસી દાહોદ જે તેમની બહેન લીલાબેન ને ત્યાં મહેમાન ગયા હતા અને રાત્રી દરમિયાન પોતાની R15 જે ઘર આંગણામાં પાર્ક કરીને રાત્રે સુઈ ગયા હતા અને સવારના સમયે ઘર આંગણામાં મોટરસાયકલ ન જોવા મળતા આસપાસ શોધ કરી હતી પરંતુ મોટરસાયકલ ન મળતા ગરબાડા પોલીસ મથકે અરજી આપી હતી જ્યારે ચોરીનો બીજો બનાવ ટૂંકી રોડ ફળિયા ખાતે બનવા પામ્યો હતો જેમાં વિધાનભાઈ કલ્પેશભાઈ પંચાલ પોતાની બજાજ કંપની ની મોટરસાયકલ પોતાના કાકા હેમત પંચાલના ઘરે બહાર ઓટલા પર પાર્ક કરીને તેઓના ઘરે સુઈ ગયા હતા અને સવારના સમયે મોટરસાયકલ ન જોવા મળતા આસપાસ મોટરસાયકલ ની શોધ કરી હતી પરંતુ મોટરસાયકલ ન મળી આવતા વિધાનભાઇ કલ્પેશકુમાર પંચાલે ગરબાડા પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધાવી હતી આમ ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે એક રાત્રિમાં બે મોટરસાયકલની ઉઠાનતરી તથા પંથક માં ભયનો માહોલ સર્જાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!