ગરબાડા તાલુકાના આમલી ચોકડી પર SOG પોલીસે હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપ્યો…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાના આમલી ચોકડી પર SOG પોલીસે હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપ્યો…

ગરબાડા તા.16

દાહોદ એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ ગામેતી તેમજ SOG શાખાના કર્મચારીઓ પરિણામ લક્ષી કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે એસ.ઓ.જી શાખા ના માણસો ખાનગી બાતમિદારો ને રોકી જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અરવિંદભાઈ પાગળાભાઈને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે એક ઈસમ બ્લુ કલરની અડધી બાય ની ટીશર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી નઢેલાવ ગામ તળ ફળીયાથી આંબલી ગામે ઉસરા ફળિયાના નિશાળ પાસે આમલી ચોકડી તરફ જનાર છે તે બાતમીના આધારે આંબલી ગામે ઉસરા ફળિયા નિશાળ પાસે આમલી ચોકડી રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળો ઈસમ ચાલતો ચાલતો આવતા તેને પકડી પાડી તેની અંગ ઝડપ કરતાં આરોપી રમેશભાઈ સોમજીભાઈ ભાભોર પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમચો મળી આવ્યો હતો દાહોદ એસ.ઓ.જી પોલીસે વધુ કાર્યવાહી માટે જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે આર્મ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..

Share This Article