
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા રામદેવમદિર પર ભારતીય કિસાન સંઘ ની બેઠક મળી.
કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાનનાં આધાર પુરાવા (ફોટોગ્રાફ) ના હોવાના કારણે હાલમાં થયેલ નુકસાન નું આવેદન પત્ર આપી શકાયુંના હતું. તે બાબતે મનોમંથન
તારીખ : ૧૧ એપ્રિલ
રામદેવજી મંદિર ગરબાડા ખાતે ભારતીય કિસાન સંઘ ગરબાડા તાલુકાની એક ખાસ મીટીંગ પ્રદેશ ઉપાધ્યાય રતનસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી મીટિંગમાં હાલમાં થયેલ કુદરતી આફતો ખાસ કરીને વાવાઝોડા, કમોસમી વરસાદ ના લીધે થયેલ નુકસાન ના અનુસંધાને આધાર પુરાવા (ફોટોગ્રાફ) ના હોવાના કારણે હાલમાં થયેલ નુકસાન નું આવેદન પત્ર આપી શકાયું ના હતું. ભવિષ્યમાં ગમે ત્યારે આવી કુદરતી આફતો આવે ત્યારે આપણે તાત્કાલિક નુકસાન ના ફોટો ગ્રાફ લઈ પત્રકાર મિત્રો ને સાથે રાખી મીડિયા માં હાઇ લાઇટ કરી ખેડૂતો ને વળતર મળી શકે તેવા પ્રયાસો કરવા નું આયોજન કરવામાં આવ્યું સાથે ગ્રામ સમિતિઓ ને વધુ માં વધુ સક્રિય કરવા માટે ના તમામ પ્રયત્નો કરવા નું આયોજન કરવામાં આવ્યું.
આજની મીટિંગ માં ભારતીય કિસાન સંઘ દાહોદ જિલ્લા ના માં. ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, મહામંત્રી છગન ભાઈ બામણયા, સહમંત્રી ધુળાભાઈ બારીયા, ગરબાડા તાલુકા પ્રમુખવિનયભાઈ વાઘેલા અને ગરબાડા તાલુકાના કારોબારી સમિતિના સભ્યો, ગ્રામ સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા..